ઠાસરાના ઢુંણાદરા ગામે ગેરકાયદેસર પાકા તેમજ કાચા દબાણો દૂર કરાયા
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઢુંણાદરા ગામે દબાણો દુર કરવા માટે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી. ડાકોર પો.સબ ઇન્સપેક્ટર તેમજ ઠાસરા પો.સબ ઇન્સ તેમજ પોલીસ કર્મી ઓનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. ઢુંણાદરા ગ્રામ પંચાયત સરપંચ અંબાલાલભાઈ તેમજ પંચાયતના સભ્યોની હાજરીમાં પાંચ -છ મહોલ્લામાં ડીમોલીસન હાથ ધરવામાં આવ્યુ હતું. ગેરકાયદેસર દબાણો દુર થતા ક્યાક ખુશી તો ક્યાંક ગમનુ મોજું ફેલાયું હતું. આમ પોલિસ તંત્રની સજાગતાને કારણે ડીમોલિશન દૂર કરાતા મહોલ્લાના રસ્તાઓ મોટા દેખાતા થયા હતાં.
એક જાગ્રુત નાગરીક રફીકભાઈ ધ્વારા ગ્રામ પંચાયત મા અરજી આપવામા આવી હતી તેને અનુસંધાને ખેડા કલેકટરે હૂકમ કરતા. આજે સરપંચ તેમજ પોલિસ બંદોબસ્ત ગોઠવી ગેરકાયદેસરના દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.આમ ગામ લોકોના સહકાર સાથે પોલિસ બંદોબસ્તથી આજે ઢુંણાદરા ગામે ગેરકાયદેસરના દબાણો દુર કરવામાં આવ્યા હતા.ઢુંણાદરા ગ્રામ પંચાયત સરપંચ શ્રી અંબાલાલ ભાઈ દ્વારા મીડિયાને જણાવાયું હતું કે “ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામજનોના સહકારથી દબાણો દૂર કરવાની કામગીરી સફળતા પૂર્વક પૂર્ણ થયેલ છે”