ઠાસરા ક્ષત્રિય સંગઠન દ્વારા હાડકાને લગતા રોગોનો મફત નિદાન કેમ્પ યોજાયો
ખેડા: ખેડા જિલ્લાના ઠાસરા ક્ષત્રિય રાજપૂત યુવા શક્તિ સંગઠન તથા ઠાસરા નગરપાલિકા અને ગુજરાત હોસ્પિટલ બાલાસિનોર ના સંયુક્ત ઉપક્રમે હાડકાને લગતા રોગોનો મફત નિદાન કેમ્પ તા:- ૨૦-૧૦-૨૦૧૯ ના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી ઠાસરા નગરપાલિકા ભવન ખાતે ડૉ. વિશેષ શેઠ, (ઓર્થો)ની અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જે કેમ્પમાં હાડકાંને લગતા તમામ રોગોની સંપૂર્ણ તપાસ અને નિદાન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૯૦ જેટલા દર્દી ઓએ લાભ લીધો હતો.
આ કેમ્પનું દીપકભાઈ રોહિત (પ્રમુખ, ઠાસરા નગરપાલિકા), જગદીશભાઈ ચૌહાણ, ભાવિન પટેલ, ડૉ. ભગીરથ ભાઈ પરમાર, મહેન્દ્રસિંહ પરમાર, મહેશસિંહ પરમાર, નગીનસિંહ ચાવડા, સુજીતપાલ સિંહ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.