ઠાસરા તાલુકાના નનાદરા ગામે ચોથા તબક્કાનું સેનેટાઈઝ કરવામાં આવ્યું.

(મોહસીન વહોરા, સેવાલીયા) ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નનાદરા ગામ ખાતે આશરે ૩૫૦૦ થી ૪૦૦૦ની વસ્તી ગામમાં તથા સિમ વિસ્તારમાં વસવાટ કરે છે.હાલ કોરોના વાયરસની મહા મારી ચાલી રહી છે.ત્યારે નનાદરા ગામના સરપંચ તથા તલાટીની ઉપસ્થિતિમાં ચોથા તબક્કાની સેનેટાઈઝ કરવાની સુંદર કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ કોરોના વાઈરસના સંક્રમણને આગળ વધતા અટકાવવા માટે ગ્રામ પંચાયત કચેરીના સરપંચ દ્વારા પણ કમર કરવામાં આવી છે.ગામના વિકાસના સાથે ગ્રામવાસીઓના આરોગ્યની સંભાળ પણ રાખવામાં આવી રહી છે. જે ઘણું આવકાર્ય અને પ્રશન્સાને લાયક છે.