ઠાસરા નજીક મારુતિવાનમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર પાંચ વ્યક્તિઓને પોલીસે પકડી પાડયા

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ઠાસરા પોલીસે દારૂની હેરાફેરી કરતી એક મારુતિ વાન ને પકડી પાડી પાંચ પાચ ની ધરપકડ કરી છે આ દારૂ આ લોકો ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જતા એ પ્રશ્ન મહત્વનો છે પોલીસ આ બાબતે તપાસ કરે તો બહાર આવી શકે તેમ છે
આ બનાવ અગે મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકા ના બહાર પુરા ગામના પાટીયા પાસેથી ઠાસરા પોલીસે એક સીલ્વર કલરની મારુતી કંપનીની ઇકો ગાડી નંબર. ય્ત્ન ૦૭ ડ્ઢમ્ ૩૨૪૮ ને શંકાના આધારે રોકીને તેમાં કરતા તેમાં થી ભારતીય બનાવટના વિદેશી દારૂના ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટીક ના કવોટર નંગ ૪૩૨ કિ.રૂ.૪૩,૨૦૦/- તથા પકડાય લા આરોપી ની અંગ જડતીમાથી રોકડા રૂપ૮૦/- તથા મોબાઇલ ફોન નંગ- ૩ કિ. રૂ.૬,૦૦૦/- તથા સીલ્વર કલરની મારુતી કંપનીની ઇકો ગાડી નંબર ય્ત્ન ૦૭ ડ્ઢમ્ ૩૨૪૮ ની આશરે કિં.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૨,૪૯,૭૮૦/ નો- મુદ્દામાલ જપ્ત કર્યો છે
અને (૧) હર્ષીલકુમાર નરેન્દ્રભાઇ વાળંદ રહે,અંગાડી, વાળંદ ફળીયુ તા.ગળતેશ્વર જી.ખેડા (૨) અલ્પેશકુમાર રમણભાઇ સોલંકી રહે, અંગાડી ચોરાવાળુ ફળીયુ તા.ગળતેશ્વર જી.ખેડા (૩) વિજયકુમાર ભીખાભાઇ રાઠોડ રહે, અંગાડી ચોરાવાળુ ફળીયુ તા.ગળતેશ્વર જી.ખેડા
(૪) મનીષકુમાર રમણભાઇ સોલંકી રહે, અંગાડી ચોરાવાળુ ફળીયુ તા.ગળતેશ્વર જી.ખેડા તથા દારૂ મંગાવનાર આરોપી નં.(૫) જયેન્દ્રસિંહ ઉર્ફે લાલો વિઠ્ઠલભાઇ પરમાર રહે.દાનીયાની મુવાડી, ભાથીજી ફ્ળીયુ તા.ઠાસરા નાઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.