ઠાસરા મામલતદારને યુરિયા ખાતરની અછત બાબતે આવેદનપત્ર આપ્યું
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં યુરિયા ખાતરની અછત બાબતે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર અપાયું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ઠાસરા તાલુકા માં ખેડૂતને યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતનો પાક નિષ્ફળ જવાની અને ખેડૂતને નુકશાન થાય એવું વર્તાય રહ્યું છે.
ગામડાનો ગરીબ ખેડૂત સવારથી સાંજ સુધી યુરિયા ખાતર માટે લાઈનોમાં ભૂખ્યા તરસ્યા ખાતર માટે વલખા મારી રહ્યા છે.જ્યારે ખેડૂતને આમ બધા જગતનો તાત કેહવામાં આવતો હોય પણ આ જગતના તાતને જ્યાં જોવો ત્યાં લાઈનોમાં ઉભો કરી દીધો, આ જગતના તાતને યુરિયા ખાતર ઉપરથી મોગુ કર્યું અને વજનમાં પણ પાંચ કિલો ઓછું કર્યું અને આ વખતે કુદરત પણ બધે બાજુથી રૂઢયો હોય ત્યારે નવી ખેતીમાં ખેડૂતને આ રીતે ખાતરની અછત બતાવીને લાઈનોમાં ઉભા કરી દીધા ત્યારે આપશ્રીને અમે રજુઆત કરીયે છીએ કે તાત્કાલીક આ અછત દૂર કરવા આપ શ્રી પગલાં ભરશો અને ખરીદી અને વેચાણ અને આવેલ જથ્થો છે. જે તે જવાબદાર હોય એની તપાસ કરી કાર્યવાહી કરશો. અને અમારા ખેડૂતોને જલ્દી થી યુરિયા ખાતર મળે, પાક નિષ્ફળના જાય અને ખેડૂતોને ન્યાય મળે એવી અમે અપેક્ષા રાખીયે છીએ. તેવી રજુઆત કરવામાં આવી હતી. ત્યારે મામલતદાર ઠાસરાએ આવેદનપત્ર સ્વીકારી ઘટતું કરવાની હૈયા ધારણા આપી હતી.