ઠાસરા સચ્ચિદાનંદ હાઈસ્કૂલમાં ધો:-૧૨ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો
ખેડા જિલ્લાના ઠાસરા ખાતે આવેલ સચ્ચિદાનંદ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે આગામી દિવસોમાં આવનાર બોર્ડની પરીક્ષાને લઈને શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો.
જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં પ્રવીણસિંહ બી.રાઠોડ (શિક્ષક- સાર્વજનિક હાઈસ્કૂલ), બળવંતભાઈ (વાલી)એ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના ધો:- ૧૨ના વિદ્યાર્થી મલેક મુનવ્વરે પ્રાસંગિક ઉદભોદન કર્યું હતું. જેમાં પોતાના શાળાના અભ્યાસ દરમિયાનના અનુભવો વ્યક્ત કર્યા હતા. શાળાના આચાર્ય રેવા. ફા. જસ્ટિને શાળાના વિદ્યાર્થીઓ સારા ગુણોએ સફળતા પ્રાપ્ત કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ બાદ શાળા પરિવાર તરફથી અલ્પહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.