ડબલ એન્જીનવાળી સરકાર છતાં બિહાર તમામ માનકો પર કેમ પાછળ : તેજસ્વી

નવીદિલ્હી: બિહાર ભારતનું સૌથી પછાત રાજય છે કેન્દ્રે સંસદમાં એક રિપોર્ટના હવાલાથી કહ્યું છે. આ નિવેદને બિહારમાં એક નવો રાજનીતિક વિવાદ ઉભો કર્યો છે જેમાં સત્તારૂઢ ભાજપ નીતીશકુમારના નેતૃત્વવાળી સરકારનો હિસ્સો છે.કેન્દ્ર સરકાર લોકસભામાં નીતીશકુમારની જનતાદળ યુનાઇટેડ (જદયુ)ના સાંસદ અને સંસદમાં પાર્ટીના નેતા રાજીવ રંજન સિંહના એક સવાલનો જવાબ આપી રહી હતી.
રાજીવ રંજન સિંહે પુછયુ હતું કે શું નીતી આયોગની ૨૦૨૦-૨૧નો સતત વિરાસ લક્ષ્ય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બિહાર દેશનું સૌથી મોટું પછાત રાજય છે.જાે હાં તો બિહાર રાજયના પછાતપણાનું કારણ શું છે તેમા એ પણ પુછવામાં આવ્યું છે કે શું કેન્દ્ર સરકાર બિહાર માટે વિશેષ દરજજાેની લાંબા સમયથી સંબિત માંગ પર વિચાર કરી રહ્યું છે જયારે બિહારને વિશેષ રાજયનો દરજજાે આપવાના સંબંધમાં પણ સરકારે એ સ્પષ્ટ કર્યું છે કે ૧૪માં નાણાં પંચની અનુશંસા અનુસાર હવે વિશેષ રાજય અને સામાન્ય રાજયને મળનાર ટેકસ શેયરના વિભાજનમાં કોઇ ફર્ક રહી જશે
નહીં આથી બિહારને કેન્દ્રના મહેસુલમાં હવે ૩૨ની જગ્યાએ ૪૨ ટકા ભાગ મળી રહ્યો છે.યોજનાઓને લાગુ કરવા માટે આ સૌથી વધુ અનુકૂળ સ્થિતિ છે નીતિ પંચે કેટલાક દિવસો પહેલા રાજયોની સ્થિતિ પર એક રિપોર્ટ જારી કર્યો હતો.
સંસદમાં કેન્દ્રીય મંત્રી રાવ ઇદ્રજીત સિંહે પોતાના લેખિત જવાબમાં કહ્યું કે નીતી પંચના રિપોર્ટ અનુસાર બિહારનો સમગ્ર સ્કોર (૧૦૦માંથી ૫૨) તમામ રાજયોમાં સૌથી ઓછો છે.તેમણે કહ્યું કે આ આંકડો સતત વિકાસ લક્ષ્યના ૧૬ માનકો પર ૧૧૫ સંકેતકો(ઇડિકેટર)ના આધાર પર નક્કી કરવામાં આવે છે એ યાદ રહે કે કેટલાક માનકો પર બિહાર ઉપર છે જેમ કે પીવાનું પાણી પરંતુ કુલ અંક બિહારના ઓછા છે.
આ રિપોર્ટને લઇ બિહારના વિરોધ પક્ષ રાજદે મુખ્યમંત્રી નીતીશ કુમાર પર ટીપ્પણી કરી અને કહ્યું કે સંસદના એકસચેંજને જપ્ત કરી લેવામાં આવે બિહાર વિધાનસભામાં આ મુદ્દા પર ટીપ્પણી કરતા તેજત્વી યાદવે પુછયું કે ડબલ એન્જીનવાળી સરકાર છતાં બિહાર તમામ માનકો પર કેમ પાછળ રહ્યું છે.