WHOના વડા ટેડ્રોસ અદનોમ કવોરન્ટાઇન થયા
નવીદિલ્હી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબ્લ્યુએચઓના ડિરેકટર જનરલ ટેડ્રોસે માહિતી આપી હતી કે તેઓ કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતાં અને તેમનામાં કોઇ લક્ષણો નથી છતાં તેઓ સુરક્ષા માટે કવોરન્ટાઇન થયા છે.
ટેડ્રોસે કહ્યું કે હું કોરોના પોઝિટીવ વ્યક્તિના સંપર્કમાં આવ્યો છું અને મારામાં કોઇ લક્ષણ નથી થતાં હું કવોરન્ટાઇન રહીશ અને ઘરેથી કામ કરીશ દરેકે આરોગ્ય ગાઇડલાઇનનું પાલન કરવું અને કોરોનાની ચેઇનને તોડવાનો પ્રયાસ કરીશું તો જ કોરોનાને નાથી શકાશે.
મળતી માહિતી અનુસાર અત્યારે દુનિયાભરમાં કોરોનાના કુલ કેસ ૪ કરોડ ૬૮ લાખ ૪ હજાર ૪૨૩ પહોંચ્યા છે અને કુલ મૃત્યુ ૧૨ લાખ ૫ હજાર ૪૪ થયો છે. આજે સતત ત્રીજા દિવસે કોરોના પીડિતોના દૈનિક આંકડામાં કમી આવી છે
આ પહેલા શનિવારે ૪૮,૨૬૮ નવા મામલા સામે આવ્યા હતાં જયારે શુક્રવારે ૪૮,૬૪૮ નવા મામલા જાેવા મળ્યા હતાં. કોરોૅના દેશ અને દુનિયાથી ખતમ થવાનું નામ લઇ રહ્યો નથી.
ભારતમાં કુલ મામલા ૮૧,૮૪,૦૮૩ થઇ ગયા છે જયારે ૪૭૦ નવા મોતની સાથે કુલ ૧૨૨૧૧૧ મૃત્યુ થયા છે.HS