ડભોઇમાં કોંગ્રેસને મોટો ઝટકો: ૬ ગામના સરપંચો ભાજપમાં જોડાયા
વડોદરા, ગુજરાતમાં વહેલી ચૂંટણી થવાના સંકેતો છે,ત્યારે કોંગ્રેસની પરિસ્થિતિ અતિ ખરાબ બની રહી છે, એક સાંધે અને તેર તૂટે જેવો ઘાટ હાલ પક્ષનો છે,કોંગ્રેસમાંથી નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે, પક્ષમાં જમાવટ કરી બેઠેલા વરિષ્ઠ નેતાઓને લીધે પરિસ્થિતિ વધુ ખરાબ કોંગ્રેસની થઇ રહી છે,કોંગ્રેસ માટે વડોદરાના ડભોઇથી કરાબ સમાચાર આવ્યા છે, ડભોઇ વિધાનસભામાં મોટું ગાબડું ડોવા મળ્યું છે.
ડભોઇ વિધાનસભાના ૬ ગામોના કોંગ્રેસના સરપંચો ભાજપમાં જાેડાતા કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે,આ સાથે ડેપ્યુટી સરપંચ સહિત ૧૫૦થી વધુ કાર્યકરો ભાજપ પક્ષમાં જાેડાયા છે, ફર્તીકુઈ,થુવાવી, અંગૂઠણ ઠીકરિયા, કુવરવાડા,બનૈયા ખલીપુર ગામોના સરપંચ તથા ડે. સરપંચ સાથે અનેક કાર્યકર્તા ભાજપ માં જાેડાયા છે.
કોંગ્રેસ વિચાર ધારા ધરાવતા ૧૫૦થી વધુ લોકોએ ભાજપના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા અને સાંસદ ગીતાબેન ના હસ્તે ભાજપ નો કેશ ધારણ કર્યો હતો, આ અંગે આજે ડભોઇ કેલનપુર દાદાભાગવાન મંદિર ખાતે પંચાયત મહાસંમેલન યોજાયું હતું.HS