Western Times News

Gujarati News

ડમ્પરનું ટાયર ફરી વળતા સ્કૂલે જતા બાળકનું મોત થયું

અમદાવાદ, શહેરના પાંજરાપોળ ચાર રસ્તા નજીક અકસ્માતની ઘટનામાં આંબાવાડીમાં રહેતા ૬ વર્ષીય દહર ભટ્ટ નામના છોકરાનું મોત નીપજ્યું છે. ૬ વર્ષીય દહર ભટ્ટ જ્યારે તેની માતા સાથે ટૂ-વ્હીલર પર સ્કૂલે જઈ રહ્યો હતો ત્યારે અકસ્માતની આ ઘટના બની હતી.

મળતી માહિતી મુજબ, અકસ્માતની આ ઘટનામાં ૬ વર્ષીય દહર ભટ્ટ નામનો છોકરો ટૂ-વ્હીલર પરથી નીચે રસ્તા પર પડ્યો હતો અને તેના પર ડમ્પરનું ટાયર ફરી વળ્યું હતું. ૬ વર્ષીય દહરના માથા પર ડમ્પરનું ટાયર ફરી વળતા તે કચડાઈ ગયો હતો. હાલ અકસ્માતની આ ઘટનામાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધતા ભાગી ગયેલા ડમ્પર ચાલકને પકડવાના પ્રયાસ શરૂ કર્યાં છે. વધુ મળતી

માહિતી મુજબ, અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં આવેલી સહજાનંદ કોલેજ નજીક એક ટૂ-વ્હીલર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. માતા પોતાના દીકરાને સ્કૂલે મૂકવા જઈ રહી હતી તે દરમિયાન ડમ્પરે તેઓના ટૂ-વ્હીલરને એડફેટે લીધું હતું. જેમાં ૬ વર્ષના દહર ભટ્ટનું મોત નીપજ્યું છે. જ્યારે ઈજાગ્રસ્ત માતાને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા છે.

અકસ્માતની આ ઘટનાની જાણ થતાં અમદાવાદ શહેર પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વિગતે વાત કરીએ તો ૬ વર્ષીય દહર ભટ્ટ તેની માતા સાથે ટૂ-વ્હીલર પર બેસીને જઈ રહ્યો હતો. ત્યારે નહેરુનગર તરફથી AMCનું કચરાનું ડમ્પર આવી રહ્યું હતું જેની આ ટૂ-વ્હીલરને ટક્કર વાગી હતી. અકસ્માતની આ ઘટનામાં ૬ વર્ષીય દહર ભટ્ટ ટૂ-વ્હીલર પરથી ફંગોળાઈને નીચે પછડાયો હતો અને બીજી બાજુ તેના માતા પણ ફંગોળાઈને પડ્યા હતા.

ડમ્પરનું ટાયર ૬ વર્ષીય દહર ભટ્ટ પર ફરી વળ્યું હતું. દહરના માથા પરથી ડમ્પરનું ટાયર ફરી વળતા તે કચડાઈ ગયો હતો. જેથી ૬ વર્ષીય દહર ભટ્ટનું મોત નીપજ્યું હતું જ્યારે તેના ઈજાગ્રસ્ત માતાને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.