ડર્ટી પિકચરની અભિનેત્રી આર્યા બેનર્જીનું શંકાસ્પદ સ્થિતિમાં મોત
કોલકતા, ધ ડર્ટી પિકચર મૂવીમાં વિદ્યા બાલનની સાથે કામ કરી ચુકેલ અભિનેત્રી આર્યા બેનર્જીનું નિધન થયું છે માત્ર ૩૩ વર્ષીય અભિનેત્રીનું શબ કોલકતા ખાતે તેના નિવાસ સ્થાને શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું છે.દક્ષિણ કોલકતાના જાેધપુર પાર્ક ખાતે તેના નનિવાસે તે મૃત જણાઇ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસ જયારે ઘટના સ્થળે પહોચી તો અભિનેત્રીનું શબ લોહીથી લથપથ હતું પોલીસે દરવાજાે તોડી અભિનેત્રીના ઘરમાં પ્રવેશ કર્યો જયાં તેનું શબ બેડ પર પડેલું મળ્યું તેના નાકમાંથી લોહી વહી રહી હતું અને આસપાસમાં ઉલ્ટીઓ કરી રાખી હતી કામ માટે અભિનેત્રીના ઘર પહોંચેલા મેડે પોલીસને માહિતી આપી અને કહ્યુ કે તે ફોન ઉઠાવતી નથી હાલ પોલીસે આચાર્ય બેનર્જીની શંકાસ્પદ હાલતમાં મોતની તપાસમાં લાગી છે.
આર્યાનું હકીકતમાં નામ દેવદત્તા બેનર્જી હતું તે જાણિતા સિતારા વાદક નિખિલ બેનર્જીની સૌથી નાની પુત્રી હતી આર્યાએ પોતાની ફિલ્મ કેરિયરની શરૂઆત લવ સેકસ અને ધોખા ફિલ્મથી કરી હતી ત્યારબાદ તે ધ ડર્ટી પિકચર મુવીમાં વિદ્યા બાલનની સાથે નજરે પડી હતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે આ વર્ષ ખુબ જ ખરાબ સાબિત થયું છે ઇરફાન ખાન,ઋષિ કપુર સરોજ ખાન વાજિદ ખાન સુશાંત સિંહ રાજપુત સહિત અનેક નામી સિતારાઓને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝે આ વર્ષે ગુમાવ્યા છે.
ઇરફાન ખાન અને ઋષિ કપુરનું લાંબી બિમારી બાદ નિધન થયું હતું. જયારે સુશાંત સિંહ રાજપુતનું મોત પણ શંકાસ્પદ સ્થિતિમાં થયું હતું હાલ સુશાંત સિંહ રાજપુતના મોતના મામલાની તપાસ સીબીઆઇ કરી રહી છે સુપ્રીમ કોર્ટના આદેશ પર એજન્સીએ મામલાની તપાસ શરૂ કરી છે. સુશાંતસિંહ રાજપુતના મોતને લઇ આરોપ પ્રત્યારોપોનૌ દૌર પણ શરૂ થયો હતો કંગના રનૌત અને શેખર સુમન જેવા સિતારાઓએ સુશાંતના મોતની પાચળ મુવી માફિયાનો હાથ બતાવ્યો હતો.આ મામલા મહારાષ્ટ્ર સરકાર અને બિહાર સરકાર પણ આમને સામને આવી ગઇ હતી.HS