ડાંગની નજીક આવેલું “ડોન” નામનું હિલ સ્ટેશન અદભૂત રમણીયતા અને આકાશીય વિશાળતા

(પ્રતિનિધિ) ગાંધીનગર, ગુજરાતના ૩૩ જિલ્લાઓમાંથી ડાંગ સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો છે. આ જિલ્લામાં સાગ, સાદળ અને વાંસના ગાઢ જંગલો આવેલા છે. ડાંગના જંગલોમાં અનેક પ્રકારની દવાઓ માટે વપરાતી વનસ્પતિઓ ઉગે છે. મોટાભાગે આ જિલ્લાઓનો વિસ્તાર ડુંગરાળ પ્રદેશ છે
અહીં હોળી તહેવાર વખતે યોજાતા ડાંગ દરબારના કારણે ડાંગ જાણીતું છે ભારત દેશમાં આદિવાસીઓની વસ્તી વિવિધ જાતિઓમાં વહેંચાયેલા છે તેમાં ર૯ જેટલી જાતિઓ ગુજરાતમાં જાેવા મળે છે.
કુદરતે જયાં છૂટે હાથે સૌંદર્ય વૈર્યું છે એવા નયનરમ્ય વનરાજીથી છલકતા આંખોને ઠારી દેતા મનભવનને હ્ય્દયગમ્ય પ્રદેશનું નામ છે ‘ડાંગ’ ડાંગ એટલે દંડકારણ્ય.
દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું ગામ ‘ડોન’ હવા ખાવાનું સ્થળ તેમજ પર્યટક મથક છે. ડોન ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે તેઓ પરસ્પર સામાન્ય રીતે ડાંગી ભાષા એટલે કે કુકણા બોલીનો ઉપયોગ કરે છે.
ડોન હિલ સ્ટેશન ૧૦૭૦ ઉંચાઈ છે તેમાં મુખ્ય વ્યવસાય ખેતી જેવી કે નાગલી, અડદ અને વરાઈની કરે છે. અહીંના લોકો જંગલમાંથી મહુડાના ફુલ તેમજ બી, ખાખરાના પાન ટીમરુના પાન, સાગના બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે. ડોન પર્વતમાળા પર ગીધના વસ્તી માટે ઉંડી ખીણમાં કુદરતી બખોલ કે ગુફાઓ હોવાના કારણે અહીં મોટા પ્રમાણમાં ગીધના માળાઓ જાેવા મળે છે સ્થાનિક લોકોના મતે ડોનની મુલાકાતે આવતા પ્રવાસીઓને ગીધના રહેઠાણ વિસ્તારમાં પ્રવેશ પ્રતિબંધ મુકવો જાેઈએ.
હાલ ડોનને હિલ સ્ટેશન તરીકે વિકસાવવા પાયાના કામો ચાલી રહયા છે જેમાં પિકનિક સ્પોટ, વ્યૂ પોઈન્ટ, શૌચાલય, બેઠક ઘર તેમજ ગીધના રહેઠાણ ડુંગર પર ગીધનું સ્ટેચ્યુ આકર્ષણ રહયું છે લોકો અદભૂત કુદરતી સૌંદર્યનો નજારો આનંદ માણતા અને સેલ્ફી પડાવતા જાેવા મળ્યા હતા.
આથી સાપુતારા બાદ પ્રવાસીઓની પ્રથમ પસંદગી ડોન હિલસ્ટેશન રહી છે. પ્રિલ આવે તેવા રસ્તાઓ પરથી ટોચ પર પહોંચવાની મજા જ કઈ અલગ છે ડોન હીલ સ્ટેશનના રસ્તાઓ પર પહોંચવાના રસ્તાઓ પણ સર્પાકાર, અને શ્વાસ થંભાવી દે તેવા છે અને લીલુછમ બનેલું જંગલ આહલાદક આનંદ આપે છે અહીં આદિવાસી વસ્તી વધુ જાેવા મળે છે એટલે તમે તેમની રહેણીકરણી તેમના ઘર તેમનું ભોજન જાેઈને કંઈક નવું જાણી શકો છો.
ડાંગના આ હિલ સ્ટેશનનું નામ કેવી રીતે પડ્યુ તેની કથા પણ રસપ્રદ છે અહીંના લોકોનું કહેવું છે કે અહીંના અહલ્યા પર્વત નજીક ગુરુ દ્રોણાચાર્યનો આશ્રમ હતો. રામાયણ કાળમાં રામ, સીતા અને લક્ષ્મણ વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા ગુરુ દ્રોણાચાર્યના નામ પરથી જ આ પ્રદેશ દ્રોણના નામે ઓળખાવા લાગ્યો ત્યાર પછી અંગ્રેજાેના આગમન થવાથી આ પ્રદેશનું નામ પણ બદલાઈ ગયું ડોનનું અપભ્રંશ થઈ ડોન થઈ ગયું.