Western Times News

Gujarati News

ડાંગમાં તા. ૨૩ થી ૨૫ જુન ૨૦૨૨ દરમિયાન યોજાશે ‘શાળા પ્રવેશોત્સવ’

પ્રતિકાત્મક

(ડાંગ માહિતી)ઃ આહવાઃ ધોરણ-૧ મા પ્રવેશપાત્ર એક પણ બાળક, પ્રવેશથી વંચિત ન રહી જાય તેની તકેદારી દાખવવાની સુચના આપતા ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ, જિલ્લાના જન્મ-મરણ નોંધણીના અધિકૃત ડેટાનો આ માટે ઉપયોગ કરવાની હિમાયત કરી હતી.

આગામી તા. ૨૩ થી ૨૫ જુન, ૨૦૨૨ દરમિયાન રાજય સમસ્તની જેમ ડાંગ જિલ્લામાં પણ યોજાનાર ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ સંદર્ભે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપતા કલેકટરશ્રીએ, શિક્ષણ વિભાગના સર્વે સહિત આંગણવાડીમા પ્રવેશ મેળવેલા બાળકો પૈકી, એક પણ બાળક ધોરણ ૧ મા પ્રવેશ મેળવવાથી બાકાત ન રહે

તેની તકેદારી દાખવવાની પણ હિમાયત કરી હતી. દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. વિપીન ગર્ગ એ પણ ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડીને, પ્રવેશપાત્ર કુમાર-કન્યાની સંખ્યા સુનિશ્ચિત કરવાની અપીલ કરી હતી. ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લાના શાળા પ્રવેશત્સોવ દરમિયાન રાજયક્ક્‌ષાના મંત્રીશ્રીઓ સહિત, રાજયસ્તરના વરિષ્ઠ અધિકારીઓ, મહાનુભાવો, અધિકારીઓ પણ જુદા જુદા ગામોની મુલાકાત લેનાર છે.

ત્યારે જિલ્લાના ૩૫ કેન્દ્રો અને ૪૪ જેટલા રૂટ ઉપર લાયઝન અધિકારીઓને નિમણુંક સહિતની આનુષાગિક વ્યવસ્થાઓ બાબતે પણ જરૂરી સુચના અને માર્ગદર્શન પુરૂ પડાયુ હતુ. આ અંગે ડાંગ જિલ્લાનો ચિતાર આપતા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.સી.ભુસારાએ, ડાંગ જિલ્લાના ત્રણે તાલુકાઓના ૩૫ કેન્દ્રોના ૨૮૩૯ કુમાર અને ૨૬૨૭ કન્યાઓ મળી કુલ ૫૪૬૬ બાળકોને ધોરણ ૧ મા પ્રવેશ અપાશે, તેમ પૂરક વિગતો રજુ કરતા જણાવ્યુ હતુ.

ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી શાળા પ્રવેશોત્સવની અગત્ય બેઠકમા, ડાંગ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી નિલમ ચૌધરી સહિત, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રી ડો. બી.એમ.રાઉત, નિવાસી અધિક કલેકટર શ્રી પી.એ.ગાવિત સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.