ડાંગમાં મેઘ મહેર: આહવાના ગલકુંડમાં આભ ફાટતા ખાપરી નદીમાં આવ્યું પૂર
અમદાવાદ, હવામાન વિભાગની આગાહી પ્રમાણે ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. સાપુતારા સહિત છૂટાછવાયા વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. સાથોસાથ સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જેને લઈને એક તરફ આહલાદાયક દ્રશ્યો સર્જાયા છે. તો બીજી તરફ આહવાના ગલકુંડ વિસ્તારમાં આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જેથી ખાપરી નદીમાં અચાનક ઘોડાપૂર આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી, ડાંગ વિસ્તારમાં આજના દિવસ માટે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી, અને આગાહી અનુસાર ડાંગમાં આજે મેઘરાજા ધોધમાર વરસી રહ્યો છે. આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારના ડુંગર પર ધોધમાર વરસાદ વરસ્યો છે. પરિણામે આહવાની ખાપરી નદીમાં અચાનક ઘોડાપુર આવતા વાહનવ્યવહાર ઠપ થઇ ગયો છે.
પરિણામે સ્થાનિકોને હાલાકી ભોગવવાની નોબત આવી છે. જોકે બીજી તરફ વરસાદી માહોલને પગલે ડાંગ જિલ્લાનું વાતાવરણ આહ્લાદક બની ગયું છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી હોય તેવું લાગી રહ્યું છે.
જોકે ઉનાળું વેકેશનમાં હજારો લાખોની સંખ્યામાં સાપુતારા ફરવા માટે જવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે હવે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. કુદરતી સૌંદર્ય ધરાવતા સાપુતારામાં જ્યારે વરસાદ પડે છે, ત્યારે ત્યાંનું વાતાવરણ અ³લાદાક અને રમણીય બની જાય છે. સાથોસાથ સાપુતારાની પ્રકૃત્તિ સોળે કળાએ ખીલી ઊઠે છે.
જોકે સાપુતારામાં ઉનાળું વેકેશન માણવા ગયેલા પ્રવાસીઓની વરસાદના કારણે સાપુતારાના પ્રાકૃતિક નજારો જોવાનો પણ લ્હાવો મળશે. જ્યારે અહીંના પ્રાકૃતિક સ્થળો નિહાળવા માટે હવે રાજ્યના જુદા જુદા જિલ્લાઓના સહેલાણીઓની હવે અવરજવર વધી જશે. દરમિયાન અમદાવાદમાં મોડી સાંજે કેટલાંક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.