ડાંગમાં ૧૨ પરિવારોએ હોમ હવન કરી હિન્દુ ધર્મ અપનાવ્યો
બારડોલી, ડાંગ જિલ્લાના ધર્માકરણ કરી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારા આદિવાસીઓને સમજાવી ફરી હિન્દુુ તરળ વાળવવામાં હિન્દુ ધર્મની રક્ષા અને પ્રચાર કરનારા સાધુ સંતોને સફળતા મળી છે શિવારી ગામે ૧૨ જેટલા પરિવારો ખ્રિસ્તી ધર્મ છોડી ફરી હિન્દુ બનતા તેમની હોમ હવન કરીને શુધ્ધિકરણ કરી ધર વાપસીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
ડાંગ જિલ્લો ૯૫ ટકા આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે જેમાં રહેતા લોકોને વર્ષોથી આર્થિક લાભ અને અન્ય લાલચો આપી ખ્રિસ્તી ધર્મ તરફ વાળવામાં આવે છે જાે કે આવા અસંખ્ય લોકોને આત્મસ્ફ્રુરણા તથા તેઓ ડાંગ જિલ્લામાં રહીને સનાતમ ધર્મનો પ્રચાર અને રક્ષા કરતા હેતલ દીદી અને યશોદા દીદીનો સંપર્ક કરી ફરી હિન્દુ ધર્મર્ અપનાવી રહ્યાં છે
દર વર્ષે આવા અનેક પરિવારો જે ખ્રિસ્તી ધર્મ છોડી ફરી સનાતન ધર્મને અપનાવવા માંગતા હોય તેઓ માટે પ્રથમ શુધ્ધિકરણ પ્રક્રિયા કર્યા બાદ તેઓની ધરવાપસીના કરવામાં આવે છે. હાલમાં કોવિડ ૧૯ની ગાઇડલાઇન મુજબ સમૂહમાં આવા કાર્યક્રમો ન કરતા તબક્કાવાર ધરવાપસીના કાર્યક્રમો કરવામાં આવે છે.
ડાંગના શિવારીમાળ ખાતે આવેલલા યશોદા દીદીના આશ્રમમાં આવા ૧૨ યુગલોએ યજ્ઞકાર્યમાં ભાગ લઇ શુધ્ધિકરણ કર્યું હતું. સાધ્વી યશોદા અગ્નવીર અને હરિકથા કરનાર ભાઇઓ દ્વારા આ પરિવારોને વેદિક મંત્રો દ્વારા શુધ્ધિકરણ કરી સનાતન ધર્મમા વાપસી કરાવવામાં આવી હતી. ં