ડાંગમા તા. ૨૨મી એ “કોવિડ-૧૯ રસીકરણ મેગા કેમ્પ” નુ કરાયુ આયોજન

(ડાંગ માહિતી બ્યુરો)આહવા,સમગ્ર ગુજરાત રાજ્યની જેમ ડાંગ જિલ્લામા પણ આગામી તા. ૨૨-૫-૨૦૨૨ ને રવિવારના રોજ, સવારે ૯:૩૦ કલાકેથી સાંજના ૦૫:૦૦ કલાક દરમ્યાન ૧૨ વર્ષથી વધુ વય જૂથના તમામ લાભાર્થી,
જેઓ કોવિડ રસીકરણમા પ્રથમ ડોઝ/બીજો ડોઝ, અથવા પ્રિ-કોશન ડોઝ લેવામા બાકી રહી ગયા હોય, તેવા તમામ લાભાર્થીઓને આવરી લેવા “કોવિડ રસીકરણ મેગા કેમ્પ” નુ આયોજન કરવામા આવ્યુ છે.
ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. હિમાંશુ ગામીતે એક અખબારી યાદીમા જણાવ્યુ છે કે, કોવિડ રસીકરણમા બીજો અથવા પ્રિ-કોશન ડોઝ લેવાના બાકી રહી ગયેલા લાભાર્થીઓને આવરી લેવા, આશા બહેનો દ્વારા સંપર્ક કરીને બોલાવવામાં આવશે.
અથવા “હર ઘર દસ્તક” મુજબ ઘરે-ઘરે જઈને કોવિડ રસીકરણ કામગીરી આરોગ્યની ટીમ દ્વારા કરવામા આવશે. આ કામગીરી જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે હાથ ધરાશે. જેનો સમગ્ર ડાંગ જિલ્લાની જાહેર જનતાએ લાભ લેવા અનુરોધ કરાયો છે.