ડાંગરની કાપણી માટે ખેડુતો હાર્વેસ્ટર મશીન જેવા આધુનિક યંત્રોના ઉપયોગ તરફ વળ્યા

(પ્રતિનિધિ) શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ડાંગરની કાપણીમાં ખેતમજુરોની અછત વર્તાઈ રહી છે. જ્યારે મોરવા રેણા સહીતના આજુબાજુના ગામોમાં હાર્વેસ્ટર દ્વારા ડાંગરની કાપણી કરવામાં આવતી હોય છે. એક વીઘા જમીનમાં ડાંગરની કાપણી કરતા સાત જેટલા ખેતમજુરોને બે કે ત્રણ દિવસ લાગતા હોય
જ્યારે હાર્વેસ્ટર મશીનથી કાપતા માત્ર ૨૫ મિનીટ થતી હોય છે.જેના કારણે ખેડુતોનો સમયની સાથે રૂપિયાની પણ બચત થવા સાથે ખેડુતો બીજી સીઝનની ખેતીની કામગીરીમાં જાેતરાઈ જતા હોય છે.
શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ચોમાસાની સીઝનમાં અનેક ખેડુતોએ પોતાના ખેતરમાં ડાંગરના પાકની ખેતી કરી હતી. જાેકે આ વખતે ડાંગરના પાકમાં ખેડુતોને મળવાપાત્ર ઉત્પાદન ન થતા ખેડુતો નિરાશ થયા હતા. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ખેડુતો પોતાના પરિવાર તેમજ ખેતમજુરો સાથે ડાંગરની કાપણી કરીને ઝુડવાની કામગીરી કરતા નજરે પડતા હોય છે.
મોરવા રેણા સહીતના આજુબાજુ વિસ્તારના ગામોના ખેડુતોને ખેતમજુરો ઓછા મળતા તેઓ હાર્વેસ્ટર જેવા આધુનિક સાધન દ્વારા ડાંગરની કાપણી કરવામા આવી રહી છે. એક વીઘા જમીનમાં સાત જેટલા ખેડુતો બે કે ત્રણ દિવસ ડાંગરની કાપણી કરીને છુટી પાડતા જેટલો સમય લાગે તેનાથી ગણતરીની મિનિટોમાં હાર્વેસ્ટર જેવા મશીનથી માત્ર ૨૫ મીનીટમાં એક વીઘા જમીનમાં ડાંગરની કાપણી થઈને છુ઼ટી પડવા સાથે ખેડુતના ઘરે ટ્રેકટર દ્વારા ડાંગરનો પાક પહોચી જતો હોય છે.
ઘાસડી બાંધવાનુ બેલર મશીન ટ્રેકટર પાછળ જાેડી દઈને ખેતરમાં રહેલુ છુટુ પડેલુ ઘાસ ને બેલર મશીન ખેચી લઈને ચોરસ આકારના ઘાસની ઘાસડીઓ બંધાઈને બહાર આવી જતી હોય છે.હાલતો ખેતીમાં નવા આધુનિક સાધનો આવી જતા ખેડુતોના સમયનો બચાવ સાથે રૂપિયાનો બચાવ થતો હોય છે.
મોરવા રેણા, ગોકળપુરા, પોયડા,વાડી સહીતના ગામોમાં એમ કહીતો નવાઈ નહીકે ખેતરમાં ખેતમજુરોની જગ્યાએ ડાંગરની કાપણીમાં હાર્વેસ્ટરમશીને જગ્યા લીધી હોય તેમ લાગી રહ્યુ છે.*