ડાંગ જિલ્લાના પ્રથમ કોરોના પોઝેટીવ દર્દી સારા થતા રજા અપાઇ

સામુહિક આરોગ્ય કેન્દ્ર,સુબીરના ડોકટરો,નર્સ,પોલીસ,વહીવટી તંત્રના અધિકારી/ પદાધિકારીઓ એ ખુશીઓ વ્યક્ત કરી તાળીઓથી વધાવી પેશન્ટને વિદાય આપી
ડાંગના પ્રથમ કોરોના પોઝેટીવ દર્દી પિ્રતિબેને પ્લાઝમા થેરાપી માટે તત્પરતા બતાવી આરોગ્ય વિભાગનો આભાર માન્યો..
(ડાંગ માહિતી બ્યૂરો) આહવાઃ ડાંગ જિલ્લા કોરોના વાઇરસ COVID 19 ના સૌ પ્રથમ દર્દી સુબીર તાલુકાના લહાનઝાડદર ગામના પિ્રતિબેન સુરેશભાઇ કુંવરે કોરોનાને માત આપી સંપૂર્ણ સ્વસ્થ થતા આજરોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર,સુબીર ખાતેથી ભવ્ય વિદાઇ અપાઇ હતી. વૈશ્વિક મહામારીના સતત ભયના ઓથાર સાથે ૧૪ દિવસ બાદ ડાંગ જિલ્લા માટે આજરોજ ખુશીનો માહોલ બની ગયો હતો.
ડાંગ કલેકટરશ્રી એન.કે.ડામોરના સુચારૂ માર્ગદર્શન સાથે આરોગ્ય વિભાગ ખુબ જ સાવધાની રાખી કામ કરી રહયો છે. જિલ્લા મથક આહવા ખાતે COVID 19 ના પ્રથમ કેસ ધ્યાને આવતા જ તાત્કાલિક સુબીર આઇસોલેશન સેન્ટરમાં દર્દીને દાખલ કરી ર્ડાકટરોની બે ટીમ સતત ૨૪ કલાક કામ કરી રહી હતી.
સામુહિક આરોગ્ય કેન્દ્રના સુપિ્રન્ટેન્ડન્ટ શ્રી ર્ડા.સુરેશ પવારે જણાવ્યું હતું કે સૌપ્રથમ વાર જ્યારે અમારી પાસે કેસ આવ્યો ત્યારે થોડા સમય માટે અહીં ભયનો માહોલ પણ સર્જાયો હતો. કોરોના વાઇરસના હાહાકાર થી સમગ્ર વિશ્વ ત્રસ્ત છે ત્યારે સ્વભાવિક જ છે કે અમારી ટીમ પણ ગભરાટ અનુભવતી પરંતુ અમારૂ કામ દર્દીઓને સાજા કરવાનું છે. કોરોના પોઝેટીવ દર્દીને સારા કરવાનું કામ પડકારજનક હતુ છતા અમારી ટીમે ખૂબ જ હિંમત રાખી સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ ખૂબ જ ઉત્સાહથી કામ કર્યું છે. દર્દીમાં કોરોનાને લગતા શરદી, ખાંસી, તાવ જેવા કોઇપણ લક્ષણો જણાયા નહીં. ઉપરાંત દર્દીને કોઇ જ તકલીફ પણ ન પડી. આઇસોલેશન વોર્ડમાં ડોકટરોની બે ટીમ બનાવી દર્દી સાથે ૨૪ કલાક સાથે રહીને સાવધાનીપૂર્વક કામ કર્યું. આઇસોલેશન વોર્ડમાં ડોકટરોની ટીમ સિવાય કોઇને પણ જવાની મંજૂરી ન હતી.પેશન્ટના તમામ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમના ૧૪ દિવસ કવોરન્ટાઇન પુર્ણ થતા આજે રજા આપવામાં આવી છે.
આઇસોલેશન વોર્ડના ર્ડા જિંકલ અને ર્ડા.શૈલિકાએ જણાવ્યું હતું કે પિ્રતિબેનની ઈમ્યુનિટી સારી હતી જેથી કોઇ તકલીફ ન પડી અને જલ્દી સાજા થઇ ગયા.સ્ટાફ નર્સે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે કોરોના વાઇરસને અટકાવવા કાળજી રાખીએ અને ધરમાં જ રહીએ.
ડાંગના પ્રથમ કોરોના પોઝેટીવ દર્દી પિ્રતિબેને સરકારશ્રી અને આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મને અહીં ખુબ સારી સગવડ આપવામાં આવી હતી.સાઇકોલોજીકલ સેવા પણ મને ફોન પર આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમે મારી સારસંભાળ રાખવા બદલ ખુશી વ્યક્ત કરૂં છું. કોરોના ની સારવારમાં પ્લાઝમા થેરાપી માટે હું ડોનર બનવા પણ તૈયાર છું.
માજી ધારાસભ્ય શ્રી મંગળભાઇ ગાવિતે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાં સપડાયું છે ત્યારે સંપુર્ણ આદિવાસી વિસ્તાર ધરાવતા અમારા ડાંગ જિલ્લામાં કોરોના વાઇરસનો કેસ આવતા જિલ્લા વહીવટીતંત્ર તથા આરોગ્ય વિભાગ દ્વારા ખુબ સારી કામગીરી કરવામાં આવી છે. ઉત્સાહી ડોકટરોએ ભારે જહેમત ઉઠાવી પ્રશંસનિય કામગીરી કરી છે. જે ખરેખર ધન્યવાદને પાત્ર છે.
એ.સી.બી.પી.આઇ.શ્રી એ.વાય પટેલે સામુહિક આરોગ્ય વિભાગના ડોકટરો સહિતની ટીમને બિરદાવી હતી. વધુમાં સાહિત્યના આ કલાપ્રેમી પોલીસ અધિકારીએ કોરોના સામેના જંગમાં સામેલ થનાર વડાપ્રધાનથી લઇને તમામ લોકો માટે પોતાના કાવ્યની અદ્ભૂત રચના રજુ કરી સૌના દિલ જીતી લીધા હતા.
કોરોના દર્દીના સાજા થઇ વિદાય આપવાની વેળાએ મામલતદારશ્રી એમ.એસ.માહલા,સુબીર પોલીસ ઈન્સ્પેકટર શ્રી રબારી,તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ર્ડા.શર્મા,ર્ડા.પાઉલ વસાવા,ર્ડા.બિ્રજેશ ગાઇન,ર્ડા.જીતેશ કાકલોતર,ર્ડા.મિતેશ કુનબી,પિન્કેશ પટેલ,અલ્કા ચૌધરી,સામુહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફગણ સહિત લોકોએ તાળીઓના ગડગડાટથી દર્દીને વિદાઇ આપી હતી.