ડાંગ જિલ્લાને નવા સરકારી આવાસો તથા નવનિર્મિત વિશ્રામગૃહની ભેટ મળશે
માર્ગ મકાન મંત્રી પુર્ણેશભાઈ મોદી તથા પ્રભારી મંત્રી નરેશભાઇ પટેલ રહેશે ઉપસ્થિત
(ડાંગ માહિતી )ઃ આહવાઃ ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે ફરજ બજાવતા સરકારી અધિકારીઓ માટેના નવનિર્મિત આવાસો, તથા પ્રવેશ દ્વારા વઘઇ ખાતે તૈયાર કરાયેલા નવા વિશ્રામગૃહનુ,
આજે રાજ્યના માર્ગ અને મકાન મંત્રી શ્રી પુર્ણેશભાઈ મોદી તથા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી નરેશભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરાશે. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી એસ.આર.પટેલ તરફથી પ્રાપ્ત થયેલી વિગત અનુસાર, આજે એટ્લે કે તા.૨૬/૦૩/૨૦૨૨ના રોજ બપોરે ૦૩ઃ૦૦ વાગ્યે આહવા સ્થિત જવાહર કોલોની ખાતે
રૂ.૮૬૭.૯૦ લાખના ખર્ચે તૈયાર થયેલ ‘સી’ કક્ષાના સરકારી આવાસોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે, જ્યારે ૪ઃ૦૦ વાગ્યે વઘઇ ફોરેસ્ટ ચેક પોસ્ટ પાસે રૂ.૧૦૦.૦૦ લાખના ખર્ચે તૈયાર કરાયેલા નવનિર્મિત વિશ્રામગૃહનુ પણ મહાનુભાવોના હસ્તે લોકાર્પણ થશે. આ વેળા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત તથા સાંસદશ્રી ડૉ.કે.સી.પટેલ, અને ધારાસભ્ય વિજયભાઈ પટેલ સહિતના મહાનુભાવો, અને જિલ્લાના ઉચ્ચાધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહેશે.