Western Times News

Gujarati News

ડાંગ જિલ્લામાં ચોમાસામાં પણ નદીઓમાં પાણી તળિયાઝાટક

સુરત, સુરત જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ ખૂબ જ ઓછો વરસાદ વરસતા હાલ જિલ્લામાં આવેલા તમામ ડેમો ખાલીખમ હાલતમાં જાેવા મળ્યા છે. માંડવી તાલુકામાં આવેલા આમલી ડેમમાં ગતવર્ષની સરખામણીએ માત્ર ૧૫% અને લાખી ડેમમાં માત્ર ૧૧% જ પાણીની આવક નોંધાઈ છે. ખેડૂતો માટે આ દુઃખના સમાચાર છે. આમ તો સુરત જિલ્લામાં દર વર્ષે ખેતી લાયક વરસાદ વરસતો હોઈ છે. જિલ્લામાંથી વહેતી તમામ નદીઓ, ડેમો તેમજ ચેકડેમો પાણીથી છલકાતા હોય છે પરંતુ હાલ ચાલુ વર્ષે પરિસ્થિતિ કંઈક અલગ જ જાેવા મળી રહી છે. માંડવી તાલુકાના આમલી ડેમની વાત કરીએ ગત વર્ષે ડેમ વિસ્તારમાં હાલ સુધીમાં ૧૦૮૩ મી.મી વરસી ચુક્યો હતો, જે હાલ માત્ર ૩૮૩ મી.મી એટલે કે ૩૫% જ વરસાદ વરસ્યો છે. કંઈક આવી જ પરિસ્થિતિ લાખી ડેમની પણ જાેવા મળી હતી. ગત વર્ષે ડેમ વિસ્તારમાં ૧૦૩૦ મી.મી વરસાદ વરસ્યો હતો, જે હાલ માત્ર ૩૫૪ મી.મી જ વરસ્યો છે. એટલે કે આ વર્ષે ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી આપી શકાય તેમ નથી. સિંચાઇ વિભાગ દ્વારા પણ ખેડૂતો માટે એક સુચારુ આયોજન કરવામાં આવ્યું છે.

હાલ શરૂ કરાયેલા કાકરાપાર-ગોડધા સિંચાઇ યોજના શરૂ કરાઈ છે. જેમાં કાકરાપાર ડેમનું પાણી કેનલ મારફતે ગોડધા લઈ જવાશે અને એ પાણી ડાંગરના પાકમાં ઉપયોગમાં પણ લેવાશે. આ પ્રમાણે આવનાર સમયમાં કાકરાપાર ડેમનું પાણી લાખી ડેમ સુધી લઈ જવાની યોજના પણ કરવામાં આવનાર છે. રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે ડાંગ જિલ્લાના ખેડૂતોમાં ચિંતા જાેવા મળી છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી વરસાદની આગાહી પછી પણ હજુ સારો વરસાદ નોંધાયો નથી. જેને લઈને ડાંગ જિલ્લામાં હજુ ઘણા ખેડૂતોને વાવણી કરવાની બાકી છે. ડાંગ જિલ્લો એટલે રાજ્યનું ચેરાપુંજી. સામાન્ય રીતે અહીંયા ૧૦૦ ઇંચથી વધારે વરસાદ નોંધાતો હોય છે. જાેકે, આ વર્ષે હજુ સિઝનનો માત્ર ૩૦% જેટલો વરસાદ નોંધાતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. શ્રાવણ માસમાં બે કાંઠે છલોછલ વહેતી જિલ્લાની મુખ્ય નદીઓ અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણાં ભર ચોમાસામાં પણ ઉનાળા જેવી પાણી વગરની ખાલી જાેવા મળે છે. ખેડૂતોને જાેઈએ તેવો વરસાદ ન પડતા હજુ પણ ઘણી જગ્યાએ વાવણી બાકી રહી ગઈ છે. વરસાદને કારણે કોતરડામાં અને કૂવામાં પણ પાણી ઉતર્યા નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.