ડાઈકિન દ્વારા સ્પ્લિટ રૂમ એસીની નવી ભાવિ પેઢીની જરૂરિયાતો પ્રમાણેની રેન્જ રજૂ કરાઈ
અમદાવાદ, દુનિયાની નં.૧ એર કંડિશનિંગ કંપની ડાઈકિન ઈન્ડસ્ટ્રીઝ લિ.જાપાનની ૧૦૦ ટકા સબસિડિયરી ડાઈકિન એર-કંડિશનિંગ ઈન્ડિયા પ્રા.લિ.દ્વારા ઈચ્છનીય ભારતીય ગ્રાહકો માટે ઘરઆંગણે ડિઝાઈ કરેલ અને ઉત્પાદન કરેલાં સ્પ્લિટ રૂમ એસીની નવી રેન્જ રજૂ કરવામાં આવી છે. આ નવી યુ સિરીઝ રેન્જ ભાવિ પેઢી પ્રમાણેની ટેકનોલોજીઓથી સમૃદ્ધ હોવાથી ગ્રાહકોને તેમનાં સંકુલોમાં હવાની શુદ્ધતા અને ઠંડક, સુચારુરૂપે જાળવી રાખે છે.
આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતાં ડાઈકિન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ સ્ટ્રીમર ડિસ્ચાર્જ ટેકનોલોજીને વાયફાય સાથે પ્રોડક્ટોને અપગ્રેડ ઓફર કરવા ઉપરાંત ૪ સ્ટાર સેગમેન્ટમાં હવે વિસ્તારી છે.
અમે સ્વચ્છ અને કાર્યક્ષમ કામગીરીની ખાતરી રાખવા હવામાનમાં જળ સાથે તે જાતે સ્વચ્છ થાય તે માટે ઈનડોર યુનિટ્સ (આઈડીયુ)ને અભિમુખ બનાવવા અમારી ડ્યુ ક્લીન ટેકનોલોજી સાથે પ્રોડક્ટમાં નવીનતા લાવવાનું ચાલુ રાખીને હવામાં સારપ પ્રદાન કરવાની અમારી કટિબદ્ધતા છે.
ઘરો અને ઓફિસોમાં ૧૫૦ ચોરસફૂટ જગ્યા અત્યંત સામાન્ય વિસ્તાર હોવાનું ધ્યાનમાં લઈને ડાઈકિન એસીની આ નવી રજૂ કરાયેલી રેન્જ પોતે જ દરેક આમ આદમીની કોમ્પેક્ટ કૂલિંગ અને વાયુ ગુણવત્તાની જરૂરતોને પૂરી કરે છે.
છેલ્લાં થોડાં વર્ષાેમાં ભારતમાં વ્યાપક પ્રસાર થયેલા વિદ્યુતિકરણને લઈને ડાઈકિન એસી પર્યાવરણ અનુકૂળ એર-કંડિશનિંગ ઉપલબ્ધ કરવા ગ્રાહકો માટે આદર્શ પસંદગી આપે છે. ઉપરાંત ડાઈકિન ઈન્ડિયાએ બ્રાન્ડને ગ્રાહકોની વધુ નજીક લઈ જવા પ્રિન્ટ, ડિજિટલ, રેડિયો અને આઉટડોર સહિત આક્રમક ભારતવ્યાપી જાહેરાત ઝુંબેશ પર પણ ભાર આપ્યો છે.
ડાઈકિન ઈન્ડિયાએ એસી ઉત્પાદન અવકાશમાં ભારત સરકાર દ્વારા પીએલઆઈ યોજનાની તાજેતરના ઘોષણા કરવામાં આવી તેના ભાગરૂપે એસી અને કમ્પોનન્ટ્સના ઉત્પાદન માટે સિટી, આંધ્રપ્રદેશ ખાતે જમીન ખરીદી સોદા પર સહીસિક્કા કર્યા હતા, જેથી પ્રથમ તબક્કામાં તે રૂા.૧૦૦૦ કરોડનું રોકાણ કરશે.
આ નવું એકમ અમારી ક્ષમતા ૧.૨ મિલિયન આર.એ.યુનિટ્સ પરથી ૨.૫ મિલિયન યુનિટ્સ સુધી વધારશે, જેને લઈ ડાઇકિન ઈન્ડિયા ભારતમાંથી એચવીએસી ઈક્વિપમેન્ટ્સની સૌથી વિશાળ નિકાસકાર તરીકે ઉભરશે.