Western Times News

Gujarati News

ડાકણના વહેમ રાખી કૌટુંબિક ભત્રીજાઓએ કાકી સહિત પરિવારજનો અને માર માર્યો

દેવગઢબારિયા તાલુકાના ડભવા ગામે ડાકણના વહેમ રાખી કૌટુંબિક ભત્રીજાઓએ કાકી સહિત પરિવારજનો અને માર મારતા સારવાર હેઠળ ખસેડાયા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી.

તું ડાકણ છે ? અમારા માણસો તથા પશુઓને બીમાર પડે છે ?  એકવીસમી સદીમાં પણ અંધશ્રદ્ધા ના ભુત ધુણે છે.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના ડભવા ગામે તું ડાકણ છે ? અમારા માણસો તથા પશુઓને બીમાર પાડે છે. તેમ કહી કૌટુંબિક ભત્રીજાએ કાકી સહિત પરિવારજનોને માર મારતા સારવાર હેઠળ.     

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના ડભવા ગામે માતાજી ફળિયામાં રહેતા બાટલીબેન ચકુભાઈ બારીયા ઉ.વર્ષ ૬૨ ના તારીખ ૧૪/૬/૨૦૨૦ ના રોજ સાંજના આશરે ચારેક વાગ્યાના સુમારે બાટલીબેન તથા તેના છોકરાની વહુ કનાબેન તથા તેની બે છોકરીઓ કિરણ અને રશ્મિકાએ ઘરની બાજુમાં આવેલ ખેતરમાં નિલગિરીઓ રોપવા સારું ખાડા પાડતા હતા. એ વખતે કૌટુંબિક ભત્રીજો આપસિંગ ધીરાભાઈ બારીયા હાથમાં લોખંડની પાઈપ તથા કનુ ધીરાભાઈ હાથમાં લાકડી તથા નગીન આપસિગ તથા ધનજી મોહન રાઠવા, ચેતન ધનજી, વિનોદ મોહન, ચંદ્રસિંહ મોહન હાથમાં લાકડીઓ લઇ આવી માં-બેન સમાણી ગાળો બોલતા અને કિકારીઓ કરતા કહેતા હતા કે તું ડાકણ છે ? અમારા માણસો તથા પશુઓને બીમાર પાડે છે ?

તેમ કહી ગાળો બોલતા તે વખતે બાટલીબેને આ લોકોને ગાળો બોલવાની ના પાડતાં આ તમામ ઇસમો ઉશ્કેરાય જઇ કહેવા લાગેલ કે આજે બધાને મારો આપણા માણસો અને પશુઓ બીમાર પાડે છે ? તમે કહી તમામ ઈસમોએ હાથમાંની લાકડીઓ અને પાઇપો વડે વહુ કનાબેન તથા છોકરીઓ રશ્મિકાને કમ્મરના ભાગે કિરણને શરીરે માર મારતા બાટલીબેન ત્યાંથી ઘરની નજીક આવેલ દુકાન તરફ  દોડી જઈ બૂમાબૂમ કરતા આ તમામ ઇસમો ગાળો બોલતા ધમકીઓ આપતા તેઓના ઘર તરફ નાશી ગયેલ ત્યારે તે વખતે બાટલીબેનનો છોકરો રમેશ તથા શંકર આવી જતા વહુ કનાબેન અને બંને છોકરીઓ રશ્મિકા અને કિરણને માર મારતાં શરીરે લાગેલ જેથી ૧૦૮ માં  સારવાર અર્થે ખસેડેલ અને વધુ સારવાર અર્થે દે.બારિયા થી ગોધરા સરકારી દવાખાને લઇ ગયેલા જ્યારે આ અંગે બાટલીબેને તમામ આરોપીઓ  (૧) આપસિંગ  ધીરાભાઈ બારિયા (૨) કનુભાઈ ધીરાભાઈ બારીઆ (૩) નગીનભાઈ આપસિંગ બારીઆ (૪) ધનજી મોહન રાઠવા (૫) ચેતન ધનજી રાઠવા (૬) વિનોદ મોહન રાઠવા (૭) ચંદ્રસિંહ મોહન રાઠવા ના વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.