ડાકોરના પદયાત્રીઓને ભકિત માર્ગ પર પ્રાથમિક સુવિધાઓ પૂરી પડાશે
(એજન્સી)અમદાવાદ, ડાકોર જતાં પદયાત્રીઓ માટે જશોદાનગર ચાર રસ્તાથી ખાત્રજ ચોકડી સુધી પ્રાથમીક સુવિધા પુરી પાડવા સ્ટેન્ડીંગમાં નિર્ણય કરાયો છે. દર્શન હાલ અને મુકેશ પટેલના ટેકાથી ગત મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીમાં ઠરાવ પણ કરાયો છે.
મ્યુનિ.તરફથી આગામી ૧રમી ૧૮ માર્ચે દરમ્યાન ૭ દિવસ માટે જશોદાનગર ચોકડીથી ખાત્રજ ચોકડી સુધી ફલડ, લાઈટ, પીવાના પાણીનાં ટેન્કરો, રસ્તાની બંને બાજુ જેસીબી મશીનથી કામગીરી, માટી પુરાણ, રસ્તા પર નિયમીત સફાઈ, જંતુનાશક દવાનો છંટકાવ અને ફાયરબ્રીગેડની કામગીરી કરાશે.
હાથીજણ ગુરુકુળ ખાતે મ્યુનિ.દ્વારા મેડીકલ હેલ્થ સેન્ટર, મોબાઈલ ટોઈલેટવાન અને એમ્બ્યુલન્સ તથા બડોદરા પાટીયા પાસે ટોઈલેટવાન અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા વિભાગને સુચના અપાશે. પદયાત્રીઓ માટે સંકટમોચન હનુમાન મંદીર સામે સ્વામી વિધાધામ-હાથીજણ ખાતે પુલ પાસે, મહેમદાવાદ રોડ પર અને પુષ્પક સીટી ખાતે થઈ વિસામાના પ મંડપ બાંધવાની વ્યવસ્થા કરાશે.