ડાકોરના રાજા રણછોડરાયના દર્શન કરી ધન્યતા અનુભવતા કૌશિક પટેલ
નડિયાદ-શુક્રવારઃ-રાજયના મહેસુલમંત્રીશ્રી કૌશિકભાઇ પટેલએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાગણી પુનમ પછી ડાકોરના રાજા રણછોડરાયજીના દર્શન કરવાની પરંપરા જાળવી રાખી છે. તેઓ શ્રીએ આજે ડાકોર મુકામે બપોરે ૪/૦૦ કલાકે આવી રાજા રણછોડરાયના દર્શન સપરિવાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, દર્શન માત્રથી અનેરો આનંદ અને ઉત્સાહ અને ધર્મ પ્રત્યેની આસ્થા મજબૂત થાય છે.
તેઓશ્રીએ જણાવ્યું હતું કે, વિશ્ર્વમાં ઘણા દેશોમાં કોરોના વાયરસની અસર છે. સદભાગ્યે ભારતમાં તેની અસર નહિવત છે. કેન્દ્ર તથા રાજય સરકાર, સેવાભાવી સંસ્થાઓ દ્વારા આ વાયરસ અંગેની અગમચેતી રાખી દવા, સફાઇ અને તબિયત પ્રત્યેની પ્રજાની સભાનતાના કારણે ગુજરાતમાં તેની અસર હજુ સુધી દેખાતી નથી. સૌ સાથે મળી આ રોગ ઉપર કાબુ મેળવીએ. તેઓશ્રીએ જણાવ્યું હતું કે, વિશ્ર્વમાં આવી પડેલી આ વાયરસની સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે અને સૌ નાગિરકોની સુખાકારીમાં દિવસે દિવસે પ્રગતિ થાય તેવી રાજા રણછોડને પ્રાર્થના કરીએ.