ડાકોરમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

અમદાવાદ: ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં જાણીતા વિશ્વપ્રસિદ્ધ રણછોડરાયના મંદિરમાં પુનમના દિવસે આવતીકાલે સોમવારના દિવસે હોળીના દિવસે પાંચ લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓ દર્શન કરનાર છે. કોરોના વાયરસની આ વખતે વ્યાપક દહેશત દેખાઈ રહી હોવા છતાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. તંત્ર અને મંદિર વ્યવસ્થા સમિતી દ્વારા તમામ સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં લઇને કોઇ પણ અનિચ્છનીય બનાવ અથવા તો ભાગદોડના બનાવ ન બને તેની ખાસ કાળજી લેવામાં આવી છે.
મંદિર અને તેના આસપાસના વિસ્તારોને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યા છે. ડાકોરમાં જારદાર ધસારો હજુ જારી છે. મોડી રાત સુધી વધુ શ્રદ્ધાળુઓ પહોંચે તેવી શક્યતા છે. આવતીકાલે સવારે મંગળ આરતી થનાર છે. આવતીકાલે સવારમાં રણછોડરાય મંદિરમાં પુનમના મેળામાં કરિયા ઠાકોરના દર્શન માટે પણ ધસારો રહેશે. વિવિધ સેવા કેન્દ્રો પર લોકોની ભારે ભીડ જાવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ મંદિર અને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે તમામ પગલા લેવામા ંઆવી ચુક્યા છે.
ડાકોર માર્ગ હવે શ્રદ્ધાળુઓથી હાઉસફુલ દેખાઇ રહ્યા છે. ચારેબાજુ જય રણછોડના નાદ જાવા મળી રહ્યા છે. ખેડા જિલ્લાના યાત્રાધામ ડોકરમાં સ્થિત રણછોડરાય મંદિરમાં મેળાની શરૂઆત પહેલાથી જ થઇ ચુકી છે. હવે તેમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. પુનમ સુધી તમામ જગ્યા હાઉસ ફુલ થઇ જશે. શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં લઇને આ વખતે અમદાવાદ, ડાકોર અને ગોધરા તેમજ કઠલાલ માર્ગ પર જય રણછોડના જયજયકાર જાવા મળી રહ્યા છે.