ડાકોરમાં 50 હજારથી વધુ લોકોએ મંગળા આરતીમાં ભાગ લીધો
(તસ્વીરઃ મિતેષ પટેલ, ડાકોર) (પ્રતિનિધિ) ડાકોર, શ્રી રણછોડરાય મંદિરે ભક્તોનો જબરજસ્ત ઘસારો ૫.૧૫ ના અરસામાં મંગળા આરતીમાં આશરે ૫૦૦૦૦ હજાર માણસોએ દર્શનનો લાભ મળ્યો.
શણગાર આરતીમાં સોનાની પિચકારી થી ભક્તો ઉપર કેસુડાના પાનનો છંટકાવ અને સપ્ત રંગોથી રાજા રણછોડ અને ભક્તો વચ્ચે રંગોનો છંટકાવ થતા ભક્તો નાચી ઉઠ્યાતા ઝૂમી ઊઠ્યા હતા કોર માં કોણ છે ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે ગગન બેદી નારા ગુંજી ઉઠ્યા હતા શણગાર આરતી માં ચતુર્ભુજ સ્વરૂપમાં શંખચક્ર પદ્મ ગદા રત્ન જડિત મુગટ ધારણ કર્યો હતો
શણગાર આરતીમાં વિશેષ ભોગ ધાણી ખજૂર અને ચણાનો ધરાવામાં આવે છે આખો દિવસ ભક્તોનો અવરિત પ્રવાહ ચાલુ રહ્યો હતો આશરે દિવસ દરમિયાન બે લાખ માણસોએ દર્શનનો લાભ મળ્યો ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે
યાત્રાધામ ડાકોર શ્રી રણછોડરાય મંદિરના દ્વારા ભક્તોની વચ્ચે ગાય આવી જતા ભક્તો ગભરાયા હતા
શિંગડે ના ચડાવે તો સારું આ છે ડાકોર નગરપાલિકા મહિનામાં એક દિવસ પણ ગાયો સાચવી નથી શકતા. ઋષિ કુમારો સંસ્કૃત પાઠશાળામાં ભણતા સવારના પ્રથમ પહોરમાં સ્નાન કરી વિદ્યાદેવી સરસ્વતી પૂજા અર્ચના કરી ગુરુ પૂજન કરી મહાસુદ પૂર્ણિમાની ઉજવણી કરી હતી