ડાકોર ખાતે મિડિયા ડેવલપમેન્ટ ઓફ ઈન્ડીયાના પ્રદેશ હોદ્દેદારોની મિટીંગ યોજાઈ
(પ્રતિનિધિ) હળવદ, મિડીયા ડેવલપમેન્ટ ઓફ ઈન્ડીયાના પ્રદેશ હોદ્દેદારોની એક મિટીંગ ગત રવિવારે ડાકોર સરકીટ હાઉસ ખાતે પ્રદેશ અધ્યક્ષ રાજેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.આ તકે વિશેષ માર્ગદર્શન અર્થે રાષ્ટ્રીય અધ્યક્ષ સુભાષભાઈ નાયક એ ઉપસ્થીત રહી,માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ.
ત્યારે,ઉપસ્થીત હોદ્દેદારો સર્વે પ્રદેશ ઉપાધ્યક્ષ અને સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના પ્રભારી જીજ્ઞેશકુમાર રાવલ તેમજ અન્ય પ્રદેશ ઉપાધ્યક્ષ અનિલભાઇ વાળા, વિજયવિર યાદવ તેમજ સેક્રેટરીઓ વિપુલભાઈ પટેલ, શૈલેષભાઈ પટ્ટણી, હિતેશભાઈ બારોટ, સંગઠન મંત્રી રીતેશભાઈ પુજારા
તેમજ અમદાવાદ શહેર પ્રમુખ મનિશભાઈ શાહ સહિતના હોદ્દેદારો ઉપસ્થીત રહયા રહ્યા હતા. ત્યારે, પત્રકારો જેમા ખાસ કરીને લઘુ અખબારોના પત્રકારોને પડતી મુશ્કેલીઓ-સમસ્યાઓ,સંગઠનના વ્યાપ અને પત્રકારોને પેન્શન-આવાસ સહીતના વિવિધ મુદ્દાઓ અગે વિસ્તાર પુર્વક ચર્ચા અને આયોજન કરવામા આવેલ હતુ.