ડાકોર જળબંબાકારઃ રણછોડજીના મંદિરના પગથિયા સુધી પાણી
મધ્ય ગુજરાતમાં સવારથી જ વરસાદ પડવાનો શરૂ થયો છે ગઈકાલે બપોર બાદ ખેડા આણંદ, નડિયાદ સહિતના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે આજે બપોર બાદ ડાકોરમાં ભારે વરસાદના પગલે સમગ્ર નગર જળબંબાકાર થઈ ગયુ છે અને લોકો ના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. ડાકોરના સુપ્રસિદ્ધ ભગવાન રણછોડજીના મંદિરના પગથિયા સુધી પાણી આવી ગયુ છે.