Western Times News

Gujarati News

ડાકોર ટોલટેક્સ જવાના રસ્તે થી વિદેશી દારુનો જથ્થો ભરેલ ટ્રક સાથે બે ઇસમો ઝડપાયા

 ખેડા એલ.સી.બી: પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી દેશ / વિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા તેમજ દારૂની પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમો / લીસ્ટેડ બુટલેગરો ઉપર વૉચ તપાસ રાખી દારૂના કેસો શોધી કાઢવા સુચના કરેલ જે સુચનાની અમલવારીના ભાગરૂપે  આર.એન.વાઘેલા ઇ.પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ખેડા નડીયાદ નાઓના માર્ગદર્શન હેઠળ

એલ.સી.બી સ્ટાફના માણસોને સઘન પેટ્રોલીંગ કરી જીલ્લામાં વિદેશી દારૂની પ્રવૃત્તિ કરતા ઇસમો તેમજ લીસ્ટેડ બુટલેગરો ઉપર વોચ તપાસ રાખી રેઇડો કરી આવી બદીને ડામી દેવા સુચના કરેલ . જે અનુસંધાને ગઇ તા .૦૬ / ૦૭ / ૨૦૨૦ ના રોજ  આર.એન.વાઘેલા ઇ.પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ખેડા – નડીયાદ સાથે એલ.સી.બી. સ્ટાફના અ.હેડ.કો.ચંન્દ્રકાન્ત , હેડકો.કનકસિંહ , હેડકો.અર્જુનસિંહ , પો.કો.રાહુલકુમાર , પો.કો.કુંદનકુમાર તથા પો.કો પ્રદિપસિંહ વિગેરેનાઓ નડીયાદ ટાઉન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા .

દરમ્યાન હેડકો.કનકસિંહ નાઓને મળેલ બાતમી આધારે ટ્રક નંબર RJ – 19 – GA – 4201 ના ડ્રાઇવર ( ૧ ) ધરમસિંહ સ / ઓ જવાહરસિંગ ગિરધારીસીંગ ગેહલોત ( રાજપૂત ) , રહે.આત્રી હાઇસ્કુલ પાસે તા.કુંભલગઢ જી.રાજહંમદ ( રાજસ્થાન ) ( ર ) દિનેશભાઇ સનાઓ થાનારામ જીયારામ બિશ્નોઇ રહે- બીડાસની ભાડુકી ધાની તા.લુણી જી.જોધપુર ( રાજસ્થાન ) નાઓને પોતાના કા ભોગવટાના

ટ્રક નંબર RJ – 19 – GA – 4201 માં ભારતીય બનાવટની પરપ્રાન્તની વિદેશીદારૂની અલગ અલગ માર્કાની બોટલો કુલ નંગ -૩૯૮૪ કિ.રૂા .૧૬,૩૩,૨૦૦ / -નો પ્રોહિ મુદ્દામાલ તેમજ સદર ઇસમોની અંગ જડતીના રોકડા રૂા .૧૩૫૦ / – તથા મોબાઇલ નંગ -૨ કિ.રૂા .૧૦,૦૦૦ , ટ્રકની કિ.રૂા .૧૫,૦૦,૦૦૦ / – , કાળા કલરનું મીણીયુ કિ.રૂ. ૨૦૦ / – મળી કુલ રૂ .૩૧,૪૪,૭૫૦ / – ના પ્રોહિ મુદ્દામાલ સાથે ઝડપી પાડી સદર ઇસમો વિરૂદ્ધ નડીયાદ ટાઉન પો.સ્ટે . ખાતે હેડકો . કનકસિંહ નાઓએ પ્રોહિબીશન ધારા કલમ હેઠળ ફરીયાદ આપતા ગુનો રજી . કરેલ છે . સદરહું દારૂ ક્યાં લઈ જવાનો હતો અને કોને આપવાનો હતો . તેની તપાસ હાલ ચાલુ છે . સદર ગુનાની આગળની વધુ તપાસ શ્રી એ.જે.અસારી પો.સ.ઇ. એલ.સી.બી. ખેડા નડીયાદ નાઓ કરી રહેલ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.