Western Times News

Gujarati News

ડાકોર પદયાત્રીકોમાં પ૦ ટકાનો ઘટાડો

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) અમદાવાદ: ચીનમાં પ્રસરેલા જીવલેણ કોરોના વાયરસે હવે વિશ્વના અનેક દેશોમાં પગપેસારો કર્યો છે જેના પરિણામે મૃત્યુઆંક સતત વધી રહયો છે સાથે સાથે ઉદ્યોગ જગતને પણ અબજા રૂપિયાનું નુકસાન થઈ રહયું છે.


દર વર્ષે ફાગણી પુનમે પવિત્ર ડાકોરમાં ૧૪ લાખથી વધુ શ્રધ્ધાળુઓ દર્શન કરતા હોય છે ત્યારે આ વખતે સાત લાખ જેટલા શ્રધ્ધાળુઓ ડાકોર પહોંચ્યા છે આ ઉપરાંત અન્ય ધાર્મિક સ્થાનો ઉપર પણ શ્રધ્ધાળુઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જાવા મળી રહયો છે આજે સવારથી જ ડાકોરમાં શ્રધ્ધાળુઓ રણછોડજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહયા છે.

કોરોના વાયરસના કારણે વિશ્વભરના દેશોમાં સાવચેતીના તમામ પગલા ભરવામાં આવી રહયા છે પરંતુ રોગચાળાનો વ્યાપ દિવસને દિવસે વધી રહયો છે. ભારતમાં પણ કોરોનાના ૪૦થી વધુ કેસો નોંધાયા છે અને તેમા સતત વધારો થઈ રહયો છે જેના પગલે ભારત સરકાર દ્વારા આરોગ્ય વિભાગને જરૂરી સુચનાઓ આપવામાં આવી છે

આ ઉપરાંત કોરોના વાયરસ વધુ ન ફેલાય તે માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાઓ ભરવામાં આવી રહયા છે. ગુજરાતમાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી જાકે અમરેલીમાં એક દર્દીમાં કોરોનાના લક્ષણ જાવા મળતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે આ પરિસ્થિતિમાં  ગુજરાતભરમાં હોળીના તહેવારની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.

કોરોના વાયરસના કારણે જાહેર સ્થળો પર યોજાતા હોળી- ધૂળેટીના કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત તહેવારની ઉજવણી પણ ફીક્કી પડેલી જણાય છે દર વર્ષે પવિત્ર ડાકોર ધામમાં ૧૪ લાખથી વધુ શ્રધ્ધાળુઓ આજે ફાગણી પૂનમના દિવસે શ્રધ્ધાળુઓ દર્શન કરતા હોય છે પરંતુ આ વખતે પદયાત્રીકોમાં ઘટાડો જાવા મળ્યો છે.

ડાકોરમાં અંદાજે ૭ લાખ જેટલા શ્રધ્ધાળુઓ આ વખતે રણછોડજીના દર્શન કરવાના છે આમ દર વર્ષ કરતા આ વખતે શ્રધ્ધાળુઓની સંખ્યામાં પ૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે સવારથી જ ડાકોર મંદિરમાં જય રણછોડના નાદ ગુંજી રહયા છે. સવારે ૪.૦૦ વાગ્યે મંગળાની આરતીથી શ્રધ્ધાળુઓ દર્શન કરવા માટે પડાપડી કરતા જાવા મળ્યા હતાં.

રાજયના વધુ એક પ્રવાસધામ તરીકે જાણીતા બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ આજે સવારથી પ્રત્યેક પ્રવાસીના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે અને જે પ્રવાસીમાં શરદી ઉધરસના લક્ષણ દેખાય તેને અલગ તારવીને તેની સંપૂર્ણ તબીબી ચકાસણી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.