ડાકોર મંદિરમાં હોળી-ધૂળેટીએ આરતી સમયે પ્રવેશ નહીં મળે
અમદાવાદ, ફાગણી પૂનમના દિવસે ડાકોર મંદિરમાં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે. પરંતુ આ વખતે મંદિરમાં દર્શનનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
૧૭મી માર્ચે, ગુરુવારે હોળી છે. મંદિરના આગેવાનો અને મેનેજર દ્વારા નક્કી થયેલા સમય મુજબ સવારે ૪.૪૫ કલાકે નિજ મંદિર ખુલી જશે અને ૫ કલાકે મંગળા આરતી થશે. આરતીમાં ભક્તોને એન્ટ્રી આપવામાં આવશે નહીં. જે બાદ, ૫થી ૭.૩૦ કલાક સુધી ભક્તો ભગવાનના દર્શન કરી શકશે. ૭.૩૦થી ૮ કલાક સુધી શ્રી ઠાકોરજી બાલભોગ, શ્રૃંગારભોગ, ગોવાળભોગ ધરવામાં આવશે અને આ સમયે મંદિરના દ્વાર ફરીથી બંધ કરવામાં આવશે. જે બાદ ૮ કલાકે શરણગાર આરતી થશે, આ સમયે પણ ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.
૮.૧૫થી ૧.૩૦ સુધી દર્શન ખુલ્લા રહેશે. બપોરે ૧.૩૦થી ૨ કલાક સુધી શ્રીઠાકોરજીને ભોગ ધરાવવામાં આવશે, ત્યારે મંદિર બંધ રહેશે અને ૨ કલાકે રાજભોગ આરતી થશે. જે બાદ મંદિરના દ્વાર સીધા બપોરે ૨.૦૫ કલાકે ખુલશે અને ૫.૩૦ કલાક બંધ થશે, સાંજના ૫.૩૦થી ૬ વાગ્યા સુધી ઉત્થાપન આરતીમાં પણ ભક્તોને પ્રવેશ નહીં આપવામાં આવે. ૬.૦૫થી ૮ વાગ્યા સુધી પ્રવેશ બંધ રહેશે.
૬.૦૫થી ૮ સુધી દર્શન ખુલ્લા રહેશે. ૮થી ૮.૧૫ને શયનભોગ ધરવામાં આવશે. જે બાદ ૮.૩૦ કલાકે ભગવાન પોઢી જશે. ૧૮મી માર્ચે, ધૂળેટીના દિવસે રણછોડરાયજી મહારાજનું મંદિર સવારે ૩.૪૫ કલાકે ખુલશે. ૪.૦૫ કલાકે મંગળા આરતી થશે. આ દિવસે પણ ભક્તોને આરતીનો લ્હાવો લેવા મળશે નહીં. ૪.૦૫થી ૮.૩૦ સુધી ભક્તો દર્શન કરી શકશે. ૮.૩૦થી ૯ વાગ્યા સુધી ઠાકોરજીને બાલભોગ, શ્રુંગારભોગ અને ગોવાળભોગ ધરવામાં આવશે, આ સમયે દર્શન બંધ કરશે. ૯ કલાકે શણગાર આરતી થશે, ત્યારે પણ ભક્તોને પ્રવેશ નહીં મળે.
સવારના ૯ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી ભગવાન ફૂલડોળમાં બીરાજશે ત્યારે દર્શન ખુલ્લા રહેશે. ૩.૩૦ કલાકે રાજભોગ આરતી થશે અને ત્યારે પણ દર્શનો મંદિરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. ૩.૪૫થી ૪.૩૦ સુધી દર્શન ખુલ્લા રહેશે જ્યારે સાંજના ૪.૩૦થી ૫ વાગ્યા સુધી દર્શન બંધ રહેશે.
૫ વાગ્યે મંદિર ખુલશે. ૫.૧૫ કલાકે ઉત્થાપન આપતી થશે. ૫.૨૦થી નિત્યક્રમ અનુસાર શયનભોગ, સુખડી ભોગ આરોપી ઠાકોરજી પોઢી જશે. ૧૯ માર્ચ અને ૨૦મી માર્ચે પણ જ્યારે ઠાકોરજીની મંગળા આરતી, શણગાર આરતી તેમજ ઉત્થાપન આરતી થશે ત્યારે ભક્તોના પ્રવેશ પર નિષેધ છે. આ સિવાય જ્યારે ભગવાનને ભોગ ધરવામાં આવશે ત્યારે પણ ભક્તો દર્શન નહીં કરી શકે.SSS