ડાકોર રણછોડરાયના દર્શને જતાં યાત્રાળુઓ માટે હીરાપુર ચોકડી ખાતે પ્રસાદી કેમ્પનું આયોજન
ડાકોરના રણછોડરાય ભગવાનના દર્શને જતાં યાત્રાળુઓ માટે ખાસ પ્રસાદી કેમ્પનું આયોજન
અમદાવાદ, હોળી અને ધૂળેટીનો મહાપર્વ આવી રહ્યો છે ત્યારે અમદાવાદથી ડાકોર પદયાત્રા કરી ડાકોરના ઠાકોરના દર્શન માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટતું હોય છે
ત્યારે આ પદયાત્રીઓની સેવા કરી ધન્યતા અનુભવવા અતિતના આશીર્વાદ સેવા ટ્રસ્ટ હરહંમેશ તેયાર હોય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૪-૩-૨૦૨૨ ફાગણ સુદ એકાદશી સોમવારે સવારે ૯.૩૦ કલાકે શ્રી મહંત શિવરામ દાસજી મહારાજ સરયુ મંદિર પ્રેમ દરવાજાના વરદ્ હસ્તે પ્રસાદી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસાદી કેમ્પમાં શ્રદ્ધાળુઓને ચોખ્ખા ઘીની ખીચડી અને કઢી પ્રસાદ રૂપે આપવામાં આવશે. આ પ્રસાદી માટેનું સ્થળ હીરાપુર ચોકડી પાસે આવેલ શ્રી જયરામસિદ્ધ હનુમાનજી મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસાદી કેમ્પ તા. ૧૪
સોમવારથી શરૂ કરી તા. ૧૭ ગુરુવાર સુધી ચાલનાર છે.
આ પ્રસાદી કેમ્પમાં શ્રદ્ધાળુઓને તબીબી સારવાર આપવા માટેનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડો. હસમુખભાઈ અગ્રવાલ જેઓ રેશમબાઈ હોસ્પિટલ અને ક્રિએટીવ ચેરીટેબલ ટ્રસ્ટનું સંચાલન કરે છે તેમની ટીમ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસાદી કેમ્પમાં શ્રી ગ્રહપિડાનાશક હનુમાનજી મંદિર, રામરોટી કેન્દ્ર કાલુપુર તથા ભંડેરી પોળ સેવા સમિતિનો સહકાર સાંપડી રહ્યો છે. અતિતના આશિર્વાદ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૨ ૮ વર્ષથી ફાગણી પૂનમના દિવસે રણછોડરાયના દર્શન કરવા જતાં શ્રદ્ધાળુઓન પ્રસાદી કેમ્પ તેમજ તબિબિ કેમ્પ જેવી સેવાની સરવણી વહેવડાવીને શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ વધારવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.
અતિતના આશિર્વાદ સેવા ટ્રસ્ટ એક વૃદ્ધાશ્રમ પણ ચલાવી રહ્યા છે જેમાં વૃદ્ધોને ખૂબજ શ્રદ્ધાપૂર્વક સેવા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આ પ્રસાદી કેમ્પમાં એક અનોખી સેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે લોકોન ઉપવાસ હોય એકાદશીનો તેઓ માટે ખાસ ફરાર ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ ઉપરાંત આ પ્રસાદી કેમ્પમાં દરરોજ સવારે 6 થી સાંજના 6 સુધી રામધુનનું આયેજન પણ કરવામાં આવ્યું છે. આમ પદયાત્રીઓને પ્રસાદ અને તબિબિ સારવાર સહિત એક ભક્તિભાવપૂર્વક વાતાવરણ મળી રહે તેવું આયોજન આતિતના આશિર્વાદ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
આ સમગ્ર આયોજન માટે પ.પૂ. અવદ બિહારી દાસજી મહારાજ તેમજ અતિતના આશિર્વાદ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ ખાસી એવી જહેમત ઉઠાવી રહ્યા છે જેમાં ખાસ કરીને અલ્પેશભાઈ ટી ખમાર (લાલાભાઈ) કે જેઓ શ્રદ્ધાળુઓ કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે વિશેષ આયોજન માટે ઘણા દિવસથી અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.