“ડાક પાર્સલ” લખેલ મીની ટ્રકમાં ૧૦.૪૪ લાખનો વિદેશી દારૂ ઘુસાડવાના કીમિયાને નિષ્ફળ બનાવતી શામળાજી પોલીસ
(પ્રતિનિધિ) ભિલોડા, રતનપુર ચેકપોસ્ટ પરથી અધધ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે શામળાજી પોલીસની આંખમાં ધૂળ નાખવા “ડાક પાર્સલ” લખેલી મીની ટ્રકની પાછળ “બેટી બચાવો બેટી પઢાઓ” અને “સ્વચ્છ ભારત” સ્લોગન લખી મીની ટ્રકમાં પાર્સલ બનાવી સંતાડેલો ૧૦.૪૪ લાખનો વિદેશી દારૂ શામળાજી ઝડપી પાડી ટ્રક ચાલકને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શામળાજી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કેતન વ્યાસ અને તેમની ટીમે પ્રોહિબિશન ડ્રાઈવ હેઠળ અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર અને આજુબાજુના અંતરિયાળ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથધરી બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી વિદેશી દારૂ ઘુસાડવા મરણીયા બન્યા છે.
શામળાજી પોલીસે વેણપુર ગામની સીમમાંથી રાજસ્થાન તરફથી આવતા “ડાક પાર્સલ” લખેલ મીની ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૨૦૮૮ કીં.રૂ.૧૦૪૪૦૦૦/- જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક સોનુ મનોહરલાલ ચમાર (રહે,કૈમરી. હરિયાણા) ની ધરપકડ કરી મીની ટ્રક (ગાડી.નં-સ્ૐ.૦૪.ૐરૂ.૯૮૭૯) ની કીં. રૂ.૧૦,૦૦,૦૦૦ તથા મોબાઈલ નંગ-૧ કીં.રૂ.૫૦૦/- મળી કુલ રૂપિયા.૨૦,૪૪,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂ ભરી આપનાર અનિલકુમાર સતબીરસીગ ભામબુ મુળ રહે.ફલેટ નંબર ૨૦૫ શ્રી ક્રિષ્ણાબીલ્ડીગ રહાનાલ ભીવાન્ડી મહારાષ્ટ્ર (હાલ રહે. ઓટોમારકેટ હિસ્સાર હરીયાણા) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.