ડાક વિભાગમાં સ્વચ્છતા પખવાડિયું ઉજવાયુ
અમદાવાદ, ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા રાજ્યમાં 16 થી 30 નવેમ્બર સુધી સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વિવિધ સ્વચ્છતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી એ. કે. પોદ્દાર, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલના માર્ગદર્શનમાં આખા ગુજરાત પોસ્ટલ સર્કલમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
આ અભિયાન દરમિયાન ગુજરાત સર્કલનાં દરેક ડાકઘરોમાં કુલ 8,358 કિલો જૂના રેકોર્ડનો નિકાલ કરાયો હતો. સ્વચ્છતા કાર્યક્રમ દરમિયાન રાણકી વાવ, અહમદ શાહ મસ્જીદ, સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, પોરબંદરમાં કીર્તિ મંદિર, એમ. જી. સંગ્રહાલય, ડાકોર મંદિર, સાપુતારા અને સૂરતના ડચ ગાર્ડન જેવા પ્રતિષ્ઠિત સ્થળોની સફાઈ કરવામાં આવી હતી. સાર્વજનિક રૂપે સ્વચ્છતાની બાબતમાં જાગૃતિ ફેલાવવા માટે સ્વચ્છતા રેલી, નિબંધ લેખન અને પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.