ડાન્સથી હું પોતાને હકારાત્મક અને ઊર્જાવાન રહું છુંઃ મૌલી ગાંગુલી
ડાન્સ લાગણીઓ વ્યક્ત કરવાની સૌથી ઉદાર રીતમાંથી એક છે અને આપણને વાર્તા કહેવા અને ભાવનાઓ શેર કરવામાં મદદ કરે છે. દર વર્ષે 29 એપ્રિલે ઈન્ટરનેશનલ ડાન્સ ડે મનાવવામાં આવે છે. કળા સ્વરૂપની આ યુનિવર્સિટીમાં તેનાં મૂલ્યો આલેખિત કરવા આ નિમિત્તે ઉજવણી કરવામાં આવે છે.
બાલ શિવની મૌલી ગાંગુલી (મહાસતી અનુસૂયા) કહે છે, “ડાન્સ તાણમુક્ત થવા, અવરોધોને દૂર કરવા, લોકો સાથે જોડાવા અને તંદુરસ્ત રહેવાની મારી મનગમતી રીતમાંથી એક છે. ડાન્સથી હું પોતાને હકારાત્મક અને ઊર્જાવાન રાખવા સાથે મારી આધ્યાત્મિક જાત સાથે સંપર્કમાં રહી શકું છું.
તેનાથી મારા મન, શરીર અને આત્માને શાંતિ મળે છે અને હું શાંતિથી સમૃદ્ધ દુનિયામાં વિહરવા લાગું છું. હું અંતરની ખુશીમાં વિશ્વાસ રાખું છું અને મારે માટે તે હાંસલ કરવાની એકમાત્ર રીતે નિયમિત આ કળા સ્વરૂપ અજમાવવાની છે. હું દરેકને હેપ્પી ઈન્ટરનેશનલ ડાન્સ ડેની શુભેચ્છા આપું છું.”