ડાન્સને કારણે જ મને અભિનેત્રી તરીકે સૌપ્રથમ બ્રેક મળ્યોઃ આકાંક્ષા શર્મા
ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ?ની આકાંક્ષા શર્મા (સકિના મિરઝા) કહે છે, “મેં કોરિયોગ્રાફર તરીકે મારો પ્રવાસ શરૂ કર્યો હતો અને રિયાલિટી શો માટે અનેક સુંદર એક્ટ્સ કોરિયોગ્રાફ કર્યા છે. હું રેમો ડિસોઝા સર અને ધર્મેશ સર હેઠળ શીખી છું.
ડાન્સને કારણે જ મને અભિનેત્રી તરીકે સૌપ્રથમ બ્રેક મળ્યો હતો અને બધાની સામે છે. મારે માટે ડાન્સ ક્રિયાત્મક અભિવ્યક્તિ છે, જે અભિનયની જેમ શબ્દોનો ઉપયોગ કર્યા વિના ભાવનાઓ શેર કરવામાં મદદ કરે છે.
ડાન્સિંગ શોખ તરીકે શરૂ કર્યું, પરંતુ ટૂંક સમયમાં જ પોતાને વ્યક્ત કરવાની મારી જીવનની એક રીત બની ચૂક્યું છે. ડાન્સ ગમતો હોય તે લોકોએ ડાન્સ કરવાનું અને ખુશી શેર કરવા પરફોર્મ કરવાનું ચાલુ રાખવું જોઈએ.”