ડાન્સર ધર્મેશ કોરોના સંક્રમિત રિયાલીટી શોના સેટ પર ૧૮ ક્રુ મેમ્બર્સ પોઝીટીવ
મુંબઇ: ડાન્સ દિવાનેના ક્રુ મેંબર્સ પણ કોરોના પોઝીટીવ આવ્યા હતા. હવે ધર્મેશના કોવિડ પોઝીટીવ હોવાની ખબર સામે આવી છે. થોડા સમય પહેલા એવી ખબર આવી હતી કે ધર્મેશ આગામી એપિસોડનો હિસ્સો નહી બને પરંતુ તેની ગેરહાજરીનું કારણ કહેવામાં નહોતુ આવ્યું.
રિયાલીટી ડાન્સ શો ડાન્સ દિવાનેના ૧૮ ક્રુ મેમ્બર કોરોના પોઝીટીવ આવ્યા હતા. આ શોમાં સેલિબ્રીટી માધુરી દિક્ષિત, તુષાર કાલિયા, ધર્મેશ યેલાન્ડે જજ તરીકે આવે છે. રાઘવ જુયાલ શોને હોસ્ટ રે છે. મેકર્સ દ્વારા આપવામાં આવેલ માહીતી અનુસાર ધર્મેશ અને અન્ય ક્રુ મેમ્બર પોઝીટીવ છે.
ડાન્સ દિવાનેની ફેન ફોલોઇંગ જાેરદાર છે. ક્રુ મેમ્બર પોઝીટીવ આવ્યા બાદ આખા સેટને સેનીટાઇઝ કરવામાં આવ્યો હતો. જે બાદ મેકર્સે નિવેદન પણ આવ્યુ હતુ અને કહ્યું કે સેટને સંપૂર્ણ રીતે સેનીટાઇઝ કરવામાં આવ્યો ચે અને બધાનો કોવિડ ટેસ્ટ કરવામાં આવશે.
મેકર્સે કહ્યું કે સુરક્ષાથી જાેડાયેલ બધી સેફ્ટી પ્રોસીજરને ધ્યાનમાં રાખવામાં આવે છે. તે જગ્યાને સંપૂર્ણ રીતે સેનીટાઇઝ કરવામાં આવી છે જે જગ્યાએ ક્રુ મેમ્બર એક બીજા સાથે મુલાકાત કરતા હતા. ટીમ સતત બધુ મોનીટર કરી રહી છે અને ગાઇડલાઇન્સ પ્રમાણે બધા પ્રીકોશન્સ પણ ફોલો કરીશું.કુનાલે પોતે જ આ વાતની જાણકારી આપી અને કહ્યું કે તે પોતે ઘરમાં ક્વોરંટાઇન થઇ ગયો છે અને માતા-પિતાને હોસ્પિટલમાં ભરતી કરાવી દીધા છે.
કુનાલે પોતાના ઓફિશીયલ ટિ્વટર એકાઉન્ટથી ટિ્વટ કર્યુ કે મારા માતા-પિતા કોરોના પોઝીટીવ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હું ઘરે જ ક્વોરંટાઇન છુ. મે તે બધા લોકો સાથે વાત કરી લીધી છે જે મારા સંપર્કમાં આવ્યા હતા. હું અને મારી ફેમિલી જલ્દી જ સાજા થઇ જઇશુ. પ્લીઝ કોરોનાની બીજી લહેરને ગંભીરતાથી લો અને સુરક્ષિત રહો.
મહત્વનું છે કે કુનાલ કામરા સુપ્રીમ કોર્ટ અને ન્યાયાધીશો પર કરેલી ટિપ્પણીને લઇને ખુબ ચર્ચામાં હતા. તેના પર ન્યાયપાલિકાને લઇને કરેલ ટિ્વટ્સ માટે અવમાનનાનો કેસ કરવામાં આવ્યો હતો.