ડાન્સિંગ મારા બધા તાણ અને નકારાત્મક ઊર્જા દૂર કરે છેઃ કામના પાઠક
હપ્પુ કી ઉલટન પલટનની કામના પાઠક (રાજેશ) કહે છે, “ડાન્સિંગ મને રાહત આપે છે અને પોતાનો આત્મવિશ્વાસ વધારે છે. ડાન્સિંગ મારા બધા તાણ અને નકારાત્મક ઊર્જા દૂર કરે છે અને મને ઉદારતાનું ભાન કરાવે છે.
મેં મારા શાળાના દિવસોમાં ઘણી બધી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. મારો મનગમતો શોખ ડાન્સિંગ છે અને રહેશે. વ્યસ્ત સમયપત્રક વચ્ચે પણ હું રોજ ડાન્સ કરવા અમુક સમય કાઢું છું. મારા જેવા બધા ડાન્સ પ્રેમીઓને સમર્પિત આ દિવસે હું ડાન્સ કરવાનું ક્યારેય બંધ નહીં કરું એવું ખાસ કહેવા માગું છું.