Western Times News

Gujarati News

ડાબરે વર્તમાન સમયમાં ફેલાઈ રહેલા ચેપથી ઝડપી રિકવરી માટે ‘ડાબર કોવિરક્ષક કિટ’ લોન્ચ કરી

અમદાવાદ, ભારતની અગ્રણી વિજ્ઞાન આધારિત આયુર્વેદ કંપની ડાબર ઈન્ડિયા લિમિટેડે પોતાની નવી ‘ડાબર કોવિરક્ષક કિટ’ લોન્ચ કર્યાની જાહેરાત કરી હતી. આ કિટ સમયની કસોટી પર ખરી ઉતરેલી વિશ્વસનીય આયુર્વેદિક દવાઓનું મિશ્રણ છે જે વર્તમાન સમયમાં ફેલાઈ રહેલા શ્વસન સંબંધિત સંક્રમણને ઝડપથી ઠીક કરવામાં મદદ કરે છે. ‘ડાબર કોવિરક્ષક કિટ’ને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના દિશા-નિર્દેશો તથા સંક્રમિત દર્દીઓ પર ગહન અભ્યાસ બાદ વિકસિત અને લોન્ચ કરવામાં આવી છે.

આ પ્રસંગે ડાબર ઈન્ડિયા લિમિટેડના માર્કેટિંગ હેડ-એથિકલ્સ, ડો. દુર્ગા પ્રસાદે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં શ્વસન સંબંધિત સંક્રમણના ઝડપથી થઈ રહેલા પ્રસારને જોતાં અમે ‘ડાબર કોવિરક્ષક કિટ’ લોન્ચ કરી છે જે આ સંક્રમણોનો ચેપ લાગવા પર ઝડપતી સાજા થવામાં મદદ કરે છે.

આઈસીએમઆરની માર્ગદર્શિકાનું પાલન કરીને હળવાથી મધ્યમ લક્ષણોવાળા કેસોમાં તેની અસરકારકતા ચકાસવા માટે આ કિટની દવાઓના મિશ્રણ પર અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસોને ક્લિનિકલ ટ્રાયલ્સ રજિસ્ટ્રી ઓફ ઈન્ડિયા (સીટીઆરઆઈ)માં પણ રજિસ્ટર્ડ કરવામાં આવ્યા છે. ગળું સૂકું પડવું, ખાંસી, ભૂખ ન લાગવી, સ્નાયુઓમાં દુઃખાવો, સામાન્ય નબળાઈ, સ્વાદ ન આવવો અને ચક્કર જેવા હળવાથી મધ્યમ લક્ષણોમાં ઝડપથી સાજા થવા માટે ખૂબ જ અસરકારક જણાઈ છે. આ અભ્યાસ મહારાષ્ટ્રના ધૂલેમાં કોવિડ કેરને સમર્પિત હોસ્પિટલોમાં હાથ ધરવામાં આવ્યો હતો.

કિટની કિંમત રૂ. 610 છે પરંતુ તે રૂ. 550ની પ્રારંભિક કિંમતે ઓફર થશે. ‘ડાબર કોવિરક્ષક કિટ’ દેશભરના તમામ અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ અને નિયમિત રિટેલ ચેનલોના માધ્યમથી ઉપલબ્ધ થશે. કિટમાં નિમ્નલિખિત દરેક દવાનો એક યુનિટ સમાવિષ્ટ રહેશેઃ

ડાબર ચ્યવનપ્રાશ 500 ગ્રામઃ ક્લિનિકલી ટેસ્ટેડ અને 41થી વધુ જડીબુટ્ટીઓનું આયુર્વેદિક ફોર્મ્યુલેશન જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે જેનાથી બેક્ટેરિયા, વાઈરસ, ધૂળ અને વાતાવરણમાં પરિવર્તનના લીધે થનારી ખાંસી તથા શરદી વગેરે જેવા રોજબરોજના સંક્રમણ સામે શરીરને રક્ષણ આપે છે.

ડાબર ગિલોય ઘનવટી 40 ટેબ્લેટ્સઃ એક આયુર્વેદિક દવા જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે, ચેપના ફેલાવાને રોકવામાં મદદ કરે છે અને અનેક પ્રકારના તાવનો ઈલાજ કરે છે. બીમારી ઘટાડવા માટે તે શરીરની કુદરતી શક્તિને વધારે છે.

ડાબર તુલસી ટેબ્લેટ્સ 60 ટેબ્લેટ્સઃ તેનામાં એન્ટિઓક્સિડન્ટ ગુણો રહેલા છે જે રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. તે ખાંસી અને શરદીથી રાહત આપે છે તથા મ્યુકસથી રાહત આપવામાં મદદ કરે છે.

ડાબર ન્યૂ જ્યુરિટેપ ટેબ્લેટ્સ 40 ટેબ્લેટ્સઃ આ એક આયુર્વેદિક દવા છે જે મુખ્યત્વે તાવની સારવાર માટે વપરાય છે.

ડો. પ્રસાદે જણાવ્યું હતું કે આયુર્વેદ એ મેડિસીનની એક પારંપરિક પ્રણાલી છે જે રોગથી સુરક્ષા પૂરી પાડવાની સાથે જ રોગને આગળ વધતો અટકાવવાની ક્ષમતા સાથે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. પેઢીઓથી અનેક આયુર્વેદિક ફોર્મ્યુલેશન સાથે તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે ડાબર એક વિશ્વસનીય નામ રહ્યું છે. આ કિટ લોન્ચ કરીને ડાબર દરેક ઘરનું સ્વાસ્થ્ય અને તંદુરસ્તીનું ધ્યાન રાખવા માટે સૌથી સુરક્ષિત અને સૌથી પ્રભાવી પ્રોડક્ટ્સ રજૂ કરીને પોતાના પ્રયાસોને એક કદમ આગળ વધારી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.