ડાબર ઇન્ડિયાએ AMAZON.in પર ડાબર ઓર્ગેનિક હની લોન્ચ કર્યુ
નવી દિલ્હી, અનેક અગ્રણી આયુર્વેદ કંપનીઓમાંની એક એવી ડાબર ઇન્ડિયા લિમીટેડે ડાબર ઓર્ગેનિક હની (મધ) લોન્ચ કરવા માટે એમેઝોન ઇન્ડિયા સાથે ભાગીદારી કરી છે, જે ડાબર દ્વારાની સૌપ્રથમ ઓર્ગેનિક પ્રોડક્ટ છે. ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવેલા છોડમાં પ્રાપ્ત કરાયેસ અને બિલકૂલ રસાયણોનો ઉપયોગ નહી કરાયેલ તેમજ જંગલી મધમાખીઓ દ્વારા બનાવવામાં આવેલ પોષણ અને એન્ટીઓક્સીડન્ટથી ભરપૂર ડાબર ઓર્ગેનિક હની સંપૂર્ણપણે અનપ્રોસેસ્ડ અને અનપેશ્ચ્યુરાઇઝ્ડ હોવાની બાંયધરી સાથે આવે છે.
આ લોન્ચ અંગે ટિપ્પણી કરતા ડાબર ઇન્ડિયા લિમીટેડના હેલ્થ સપ્લીમેન્ટ્સના માર્કેટિંગ શ્રી પ્રશાંત અગરવાલે જણાવ્યુ હતુ કે, “ઓર્ગેનિક એ ફક્ત પસંદગીની પ્રોડક્ટ નથી. તે ધીમે ધીમે મુખ્ય જીવનશૈલીમાં સ્થાન લઇ રહ્યા છે. વપરાશની દ્રષ્ટિએ કુદરતી અને અન્ય પ્રોડક્ટ્સ પર ભાર મુકવામાં આવી રહ્યો છે.
જે લોકો આવી જીવનશૈલીને વરેલા છે તેઓ ડાબર ઓર્ગેનિક હનીને તેમના દૈનિક નિત્યક્રમમાં અત્યંત જરૂરી ઉમેરણ તરીકે નિશ્ચિતપણે જોશે તેવો અમને આત્મવિશ્વાસ છે. ડાબર ઓર્ગેનિક હની સંપૂર્ણપણે અનપ્રોસેસ્ડ અને અનપેશ્ચ્યુરાઇઝ્ડ છે અને કોઇપણ અશુદ્ધિ દૂર કરવા માટે ફક્ત ફિલ્ટરેશન કરવામાં કરવામાં આવ્યુ છે. અમારી પ્રોડક્ટને ગ્રાહકો સુધી લઇ જવા માટે એમેઝોન સાથે ભાગીદારી કરતા અમે ખુશ છીએ, જેણે ડાબર હનીને વિશ્વની નં. 1 હની બ્રાન્ડ બનાવી છે.”
એમેઝોન ઇન્ડિયાના કેટેગરી મેનેજમેન્ટના ડિરેક્ટર શ્રી સૌરભ શ્રીવાસ્તવે જણાવ્યું હતુ કે “અમે Amazon.in પર ગ્રાહકો માટે નવા ‘ડાબર ઓર્ગેનિક હની’ને લાવતા ખુશ છીએ. નવા ડાબર ઓર્ગેનિક હની સાથે અમે અમારા પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવવા માગીએ છીએ અને ડાબર જેવી વિશ્વસનીય બ્રાન્ડના ઓર્ગેનિક ઉત્પાદનોની વિશાળ પસંદગીઓ પૂરી પાડવાનો હેતુ ધરાવીએ છીએ. અમે અમારા ગ્રાહકોને અતુલનીય મૂલ્ય, ઝડપી અને વિશ્વસનીય ડિલીવરી અને સુંદર ખરીદી અનુભવ પૂરો પાડવાનુ સતત રાખીશું.”.
“આજે ભારતીય ગ્રાહકોની ઓર્ગેનિક ફૂડની માગ વધી છે અને તંદુરસ્તી અને આરોગ્યપ્રદ જીવનશૈલી અગ્રસ્થાને હોવાથી અમે એક બ્રાન્ડ તરીકે અમારા સ્ટાર પ્રોડક્ટ ડાબર ઓર્ગેનિક હનીના ઓર્ગેનિક સંસ્કરણને વિકસાવ્યુ છે, જે 100 ટકા શુદ્ધ અને કુદરતી છે.
નિર્જન રેઇનફોરેસ્ટમાંથી ઓર્ગેનિક હની પ્રાપ્ત કરવાની પ્રક્રિયા અમારા માટે અત્યંત વળતરયુક્ત અનુભવ છે અને ભેળસેળવિનાનું અને અનપેશ્ચ્યુરાઇઝ્ડ પ્રોડક્ટ અમારા ગ્રાહકો સુધી પહોંચાડવાનું અમે સુનિશ્ચિત કરીએ છીએ.
તેથી મને એ કહેતા ગર્વ થાય છે કે અમે અમારી નજીકમાં રસાયણો અથવા પેસ્ટીસાઇડ્ઝ વિનાના સચાલિત ફક્ત ઓર્ગેનિક ખેતરોમાં મધમાખી ઘરની પસંદગી કરીએ જેથી અમારી મુખ્ય પ્રોડક્ટને પ્રાપ્ત કરી શકાય. આ પ્રોડક્ટ ફક્ત એમેઝોન પર જ 300 ગ્રામના પેકમાં રૂ. 235ની કિંમતે ઉપલબ્ધ છે” એમ ડાબર ઇન્ડિયાના ઇકોમર્સના બિઝનેસ વડા સ્મર્થ ખન્નાએ જણાવ્યુ હતુ.