ડાયમન્ડ મર્ચન્ટ નીરવ મોદીને ભારતને સોંપવા કોર્ટનો હુકમ
લંડન, પંજાબ નેશનલ બેંક સાથે લગભગ બે અબજ ડોલરની છેતરપિંડી કરવાના મામલે વોન્ટેડ ડાયમન્ડ મર્ચન્ટ નીરવ મોદીને ભારતને સોંપવા મામલે બ્રિટિશ કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે. લંડનમાં વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં જજ સેમ્યુઅલ ગુજીએ કહ્યું કે, હું એ વાતથી સંતુષ્ટ છું કે, તમને દોષી ઠેરવવા માટે પુરતા પુરાવા છે.
કોર્ટે એમ પણ કહ્યું કે, નીરવ મોદીએ પુરાવાનો નાશ કરવા અને સાક્ષીઓને ડરાવવાનો પ્રયાસ કર્યો. બ્રિટનની કોર્ટે નીરવ મોદીની માનસિક સ્વાસ્થ્યની ચિંતાઓને લઈને કરાયેલી દલીલને પણ ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે, આવી પરિસ્થિતિમાં તે અસામાન્ય વાત નથી.