ડાયરેકટર અનુરાગ કશ્યપની વિરૂધ્ધ અભિનેત્રીએ FIR દાખલ કરાવી

નવીદિલ્હી, ડાયરેકટર પ્રોડયુસર (Anurag Kashyap) અનુરાગ કશ્યપ પર બોલીવુડને (Bollywood) એક અભિનેત્રીએ રેપનો આરોપ લગાવતા મુંબઇ પોલીસમાં કેસ દાખલ કરાવ્યો છે પીડિતના વકીલ નિતિશન સંતપુતે કહ્યું કે રેપ ખોટી રીતે અડવું અને એક મહિલાની મર્યાદા ભંગ કરનારાનો કેસ વર્સોવા પોલીસે દાખલ કર્યો છે.
સતપુત અનુસાર રેપની આ કહેવાતી ઘટના ઓગષ્ટ ૨૩૧૩માં થઇ હતી જયારે અભિનેત્રી કામ શોધી રહી હતી અને આ સંબંધમાં અનુરાગના સંપર્કમાં આવી હતી.
![]() |
![]() |
સતપુતે કહ્યું હતું કે અનુરાગે પહેલા પોતાની ઓફિસમાં બેઠક નક્કી કરી અને ત્યાં કોઇ ગડબડી થઇ નહીં ત્યારબાદ તેમણે અભિનેત્રીને ઘર પર ભોજન માટે બોલાવી ત્રીજીવાર ફરી તેમણે ઘર આવવા કહ્યું અને જયારે અભિનેત્રી પહોંચી તો તેમણે કહ્યું કે મારી મૂવી કલેકશનને દેખો અને ત્યારબાદ અનુરાગ કશ્યપે દુષ્કર્મ કર્યું. સતપુત અને પીડિત અભિનેત્રી ઓશિવારા પોલીસ સ્ટેશન ગઇ હતી પરંતુ તેને ખબર પડી કે અનુરાગ કશ્યપનું ઘર વર્સોવા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવે છે ત્યારબાદ મંગળવારની રાતે વર્સોવા પોલીસમાં ફરિયાદ કરાવાઇ હતી.HS