ડાયરેક્ટર વિક્રમ ભટ્ટે છુપાઈને બીજા લગ્ન કર્યા
મુંબઇ, બોલિવૂડના ફેમસ ડાયરેક્ટર અને પ્રોડયૂસર વિક્રમ ભટ્ટે બીજા લગ્ન કરી લીધા છે. વિક્રમની પત્નીનું નામ શ્વેતાંબરી સોની છે. કહેવામાં આવે છે કે, તેના લગ્ન ગયા વર્ષે થઈ ગયા છે પરંતુ વિક્રમ ભટ્ટે તેને અત્યાર સુધી છુપાવીને રાખી હતી પરંતુ હવે આ વાતનો ખુલાસો કર્યો છે.
જાેકે વિક્રમે તેના લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે વાત ના કરી. જાેકે સૂત્રોએ કન્ફર્મ કર્યું કે, વિક્રમે પાક્કાપાયે શ્વેતાબંરી સાથે લગ્ન કરી લીધા છે. શ્વેતાંબરીની સાથે વિક્રમ ભટ્ટે એક સોશિયલ મીડિયા પોસ્ટ પણ વાઇરલ થઈ રહી છે.
જણાવી દઈએ કે આ પહેલાં વિક્રમ ભટ્ટે અદિતિ ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. બન્નેની એક દીકરી કૃષ્ણા ભટ્ટ છે. ૧૯૯૮માં બન્નેના ડિવોર્સ થઈ ગયા ત્યારબાદ વિક્રમ ભટ્ટે કેટલાક વર્ષ સુધી સુસ્મિતા સેન અને પછી અમીષા પટેલને ડેટ કરી હતી. કહેવામાં આવે છે કે અમીષા પટેલ તો વિક્રમ ભટ્ટની સાથે લિવ-ઇન રિલેશનશિપમાં પણ રહેતી હતી.HS