ડાર્ક કોમેડી ફિલ્મ ડાર્લિંગ્સનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું

મુંબઈ, આલિયા ભટ્ટ, શેફાલી શાહ અને વિજય વર્માની ડાર્ક કોમેડી ફિલ્મ ડાર્લિંગ્સનું ટીઝર સામે આવ્યું છે. ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે, જેમાં રોશન મેથ્યૂ પણ મહત્વના રોલમાં જાેવા મળવાનો છે. આલિયા ભટ્ટે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ટીઝરનો વીડિયો શેર કર્યો છે, તેના પરથી ફિલ્મ સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર હશે તેમ લાગી રહ્યું છે.
આલિયા ભટ્ટે ‘ડાર્લિંગ’નું ટીઝર શેર કરીને લખ્યું છે ‘આ માત્ર મજાક છે ડાર્લિંગ્સ. આ સાથે ફિલ્મ પાંચ ઓગસ્ટે રિલીઝ થવાની હોવાનો પણ ખુલાસો થયો છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શેફાલી શાહ મા-દીકરીના પાત્રમાં છે. ટીઝરમાં અલગ-અલગ નાનકડી ક્લિપ દેખાડવામાં આવી રહી છે અને બેકગ્રાઉન્ડમાં આલિયા ભટ્ટનો અવાજ છે, જે દેડકા અને વીંછીની જાણીતી વાર્તા કહી રહી છે.
ટીઝરમાં વિજય વર્મા અને આલિયા ભટ્ટના પાત્રોનો રોમેન્ટિક ટ્રેક પણ દેખાડવામાં આવ્યો છે, ક્લિપમાં જે રીતનું સસ્પેન્શન ઉભું કરવામાં આવ્યું છે તેણે ફેન્સને વધુ જાેવા માટે આતુર કર્યા છે. ડાર્લિંગ્સ’ મા-દીકરીની કહાણી છે, જે હટકે છે. ૧ મિનિટ ૪૦ સેકન્ડના આ ટીઝરમાં આલિયા ભટ્ટ ક્યારેક નાની બાળકીની જેમ હસતી, ક્યારેક ગુસ્સે તો ક્યારેક ખતરનાક એક્સપ્રેશન સાથે દેખાઈ છે.
આલિયા ભટ્ટના પાત્રના ઘણા લેયર્સ હશે, જેને જાેઈને તેના ચાહકોને પણ નવાઈ લાગશે. જણાવી દઈએ કે, શાહરુખ ખાનની રેડ ચિલીઝ સિવાય આલિયા ભટ્ટ અને ગૌરવ શર્માએ મળીને ફિલ્મ પ્રોડ્યૂસ કરી છે. ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સ અને ફેન્સ પણ આ ટીઝરને વખાણી રહ્યા છે. આ પહેલી તેવી ફિલ્મ છે, જેમાં આલિયા ભટ્ટ, વિજય વર્મા અને શેફાલી શાહ સાથે કામ કરી રહ્યા છે.
ડાર્લિંગ્સ સિવાય આલિયા ભટ્ટ કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’માં જાેવા મળવાની છે, જેમાં તેની સાથે રણવીર સિંહ છે. ગલી બોય બંનેની સાથેમાં આ બીજી ફિલ્મ છે. તે હોલિવુડમાં પણ ડેબ્યૂ કરવાની છે અને તેનું શૂટિંગ લંડનમાં ચાલી રહ્યું છે.
આલિયા ભટ્ટની પર્સનલ લાઈફ પણ વ્યસ્ત છે. તે અને રણબીર કપૂર ખૂબ જલ્દી મમ્મી-પપ્પા બનવાના છે. ગયા મહિનાના અંતમાં તેણે ફેન્સને ગુડન્યૂઝ આપ્યા હતા. પાંચ વર્ષના રિલેશનશિપ બાદ બંનેએ એપ્રિલ, ૨૦૨૨માં લગ્ન કર્યા હતા.SS1MS