Western Times News

Gujarati News

ડિંગુચાએ ગામડું જેની અડધી વસતી વિદેશ જઈને વસી છે

અમદાવાદ, ગુજરાતના મહેસાણાના રસ્તે જવા માટે ગાંધીનગર જિલ્લાનુ છેલ્લુ ગામ ડિંગુચા આવે છે. આ નાનકડુ ગામ હાલ અમેરિકામાં ચર્ચામાં છે. વિદેશ જવાની ઘેલછામાં આ ગામના પટેલ પરિવારના ચાર લોકોના માઈનસ ૩૫ ડિગ્રી ઠંડીમાં મોત નિપજ્યા છે. આ ગામની લગભગ અડધી વસ્તી વિદેશમાં જઈને વસી છે, મોટાભાગના ઘરો પર તાળા લાગેલા છે. આમ, તો ગુજરાતમાં અનેક એવા ગામ છે, જેના લોકો વિદેશમાં જઈને વસ્યા છે.

જેમાં ડિંગુચા ગામનો પણ સમાવેશ થાય છે. ડિંગુચા ગામની વાત કરીએ તો, અહી જગ્યા જગ્યા પર વિદેશ જવાના ખ્વાબ બતાવતા પોસ્ટર ચોંટાડેલા છે. કેનેડા, યુએસએ માટે વિદ્યાર્થીઓને વીઝાની જાહેરાત જાેવા મળશે. ૭૦૦૦ ની વસ્તીવાળા આ ગામની અડધી સંખ્યા યુએસ, યુકે અને કેનેડામા જઈને રહે છે.

ગ્રામીણ પંચાયત રેકોર્ડના અનુસાર, આ ગામના ૩૨૦૦ લોકો વિદેશમાં રહે છે. ડિંગુચા ગામમાં મોટા થઈ રહેલા બાળકોના દિમાગમાં આરામદાયક જિંદગી જીવવાની સાથે સાથે તેમના મગજમાં બે વાતો ઘુસાવી દેવાય છે. એ તો એ કે વિદેશની નાગરિકતા પ્રાપ્ત કરી લે અને બીજુ એ કે આસપાસના વિસ્તારોમાં ઈમિગ્રેશનની વધતી ડિમાન્ડને જાેતા એજન્ટ બનવુ.

ગામના એક રહેવાસી જણાવે છે કે, તેમના માતાપિતા, મોટા ભાઈ, ભાભી અને બાળકો યુએસના પેસિલવેનિયામા છેલ્લા ૬ વર્ષથી રહે છે. ડિંગુચા ગામમાં તમને દરેક ગલીમાં ઈન્ટરનેશનલ ટ્રાવેલ એજન્ટ મળી જશે. તેમના દિલ્હી, મુંબઈના મોટા ટ્રાવેલ એજન્ટ સાથે સંપર્ક છે, જેઓ યુએસ અને કેનેડામાં રહેતા લોકોના સંપર્કમા હોય છે.

આ ગામમાં જેમ સંતાનો ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ કરી લે છે, તેના બાદ યુએસ અને કેનેડામાં જવાની તૈયારી કરવા લાગી જાય છે. તેમની એક જ ઈચ્છા હોય છે કે ગમે તે રીતે કેનેડા, યુએસ પહોંચી જવાય. આ ગામના મોટાભાગના લોકો યુએસ, કેનેડા અને ઓસ્ટ્રેલિયામા વસી ગયા છે.

જેઓ ઠંડીની મોસમમાં ગામમાં વેકેશન મનાવવા પાછા આવે છે. તેઓ ગામમા આવીને અહીંના વિકાસમાં મદદ કરે છે. જાેકે, વિદેશ વસી જવાને કારણે આ ગામની વસ્તી દિવસેને દિવસે ઓછી થતી જઈ રહી છે. ગામના ઘરોને તાળા લાગેલા છે, જેથી ગામ ખાલી ખાલી લાગે છે. પરંતુ વિકાસના મામલે આ ગામ ક્યાય પાછળ નથી. અહી તમામ પ્રકારની સુવિધા છે. વિકસિત શહેર જેવી સુવિધાઓ છે. જે એક સારી બાબત છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.