ડિગ્રી એન્જિનિયરિંગના વળતા પાણીઃ 1.31 લાખ સીટો ખાલી
એન્જિ. માં ૨.૩૭ લાખ સીટોથી ૧.૩૧ લાખથી વધુ સીટ ખાલી
ધોરણ-૧૦ પછી ડિપ્લોમા ઇજનેરી અને ધોરણ-૧૨ સાયન્સ બાદ ડિગ્રી ઇજનેરી, ફાર્મસી, એમબીએ, એમસીએ સહિતના કુલ ૧૬ કોર્સની કુલ ૨.૩૭ લાખ બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત ૧.૩૧ લાખથી વધુ બેઠકો ખાલી રહી છે. જેને પગલે ડિગ્રી એન્જિનીયરીંગ સહિતના અમુક કોર્સમાં તો, હવે વળતા પાણી જેવી સ્થિતિ સામે આવી રહી છે.
રાજયમાં ડિગ્રી અને ડિપ્લોમા ઇજનેરી સહિતના વ્યવસાયિક અભ્યાસ્ક્રમોમાં પ્રવેશ કાર્યવાહીના આંકડા પર નજર કરીએ તા, સામાન્ય રીતે સૌથી વધુ બેઠક ધરાવતા ડિગ્રી ઈજનેરીમાં આ વર્ષે ૪૦૩૧૭ બેઠક, ડિપ્લોમાં ઈજનેરીની ૩૩૨૦૦ બેઠક અને ડીટુડી ઈજનેરીની ૩૦૫૨૯ બેઠકો ખાલી રહેવા પામી છે.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખાલી બેઠકોમાં મોટો વધારો થયો છે. ડિગ્રી અને ડિપ્લોમા ઇજનેરીમાં સૌથી વધુ અનુક્રમે ૪૦૩૧૭ અને ૩૩૨૦૦ જેટલી બેઠક ખાલી રહેવા પામી છે. એ પછી ડીટુડી ઇજનેરીમાં પણ ૩૦૫૨૬ જેટલી બેઠકો ખાલી રહી છે. આમ, સૌથી વધુ બેઠકો ઇજનેરીમાં ખાલી રહેવા પામી છે, જેને લઇ ખુદ શિક્ષણજગતમાં પણ તેની નોંધ લેવાઇ રહી છે અને નિષ્ણાતો ચિંતા વ્યકત કરી રહ્યા છે.