ડિગ્રી વગરના પ્લાસ્ટિક સર્જકે મહિલાને કદરૂપી બનાવી દીધી
વોશિંગ્ટન, દુનિયામાં ઘણી મહિલા પોતાના કુદરતી દેખાવથી ખુશ હોતી નથી. મહિલાઓ વધુને વધુ સુંદર દેખાવા માંગે છે અને સુંદર દેખાવની લ્હાયમાં ક્યારેક ખોટા ર્નિણયો લઈ બેસે છે. જેના કારણે તેમનો દેખાવ ખૂબ જ ખરાબ થઈ જાય છે અને ઘણી વખત તેઓ હાંસીનું પાત્ર બની જાય છે. બીજી તરફ મહિલાઓની ખુબસુરત દેખાવાની લાલસાનો ફાયદો પણ ઘણા લોકો ઉઠાવે છે.
આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાને બાર્બી સર્જન તરીકે ઓળખાવતી ઓલગિસા નામની મહિલાએ ૧૧ મહિલાઓને કદરૂપી કરી નાખી છે. અહેવાલો મુજબ, ઓલગિસા મહિલાઓને સુંદર દેખાવની લાલચ આપી પ્લાસ્ટિક સર્જરી કરાવવા માટે મનાવતી હતી. તે સ્ત્રીઓને લલચાવવા માટે ઇન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરતી હતી. પણ આ પ્લાસ્ટિક સર્જનનું સત્ય કોઈ સામે આવ્યું નહોતું.
પોતાની જાતને સર્જન તરીકે ગણાવતી ઓલગિસા પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હતી. તે પોતાના પર થયેલી પ્લાસ્ટિક સર્જરીમાં જાેયેલી પ્રક્રિયાને કોઈ અનુભવ વગર અન્ય મહિલાઓ પર લાગુ કરી સર્જરી કરતી હતી. જેના બદલામાં તેણે મહિલા દર્દીઓ પાસેથી ઘણા નાણાં ખંખેર્યા હતા. જાેકે, ઘણી મહિલાઓ ચહેરો ખરાબ થવાની ફરિયાદ કરવા લાગતા તેનો ભાંડો ફૂટી ગયો હતો.
ઓલગિસાની પૈસાની ભૂખના કારણે અનેક દર્દીઓની હાલત ખરાબ છે. એક પીડિત મહિલાએ કહ્યું કે, તે ઓલગિસાના ફોટા જાેઈ અંજાઈ ગઈ હતી. ત્યારબાદ તે ઓલગિસાને મળી હતી અને નાક તથા આઈબ્રોને અપલિફ્ટ કરવા કહ્યું હતું. જેથી ઓલગિસાએ તેની સર્જરી કરી નાખી હતી. સર્જરી બાદ તેને ચહેરા પર બળતરા થતી હતી.
જેના પરિણામે તે ૭ દિવસ સુધી આંખો ખોલી શકી ન હતી. આવી જ હાલત અન્ય ૧૧ મહિલાઓની પણ થઈ હતી. ઘણી ફરિયાદો પ્રકાશમાં આવ્યા બાદ ઓલગિસા તેના ક્લિનિકમાંથી ભાગી ગઈ હતી. ત્યારબાદ ૧ જૂને તેની ધરપકડ કરવામાં આવી હતી.
અલબત, કોર્ટની સુનાવણી દરમિયાન એક સાક્ષી ન હોવાના કારણે તેને સજા ફટકારવામાં આવી નથી. પરંતુ હવે ફરી સુનાવણી શરૂ થયા બાદ ઓલગિસાને ત્રણથી ચાર વર્ષની જેલની સજા થઈ શકે છે.
પીડિત મહિલાઓની તસવીરો વાયરલ થઈ- ઓલગિસાના કાંડનો ભોગ બનેલી મહિલાઓની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અત્યાર સુધીમાં ૧૧ પીડિતાઓ સામે આવી છે. તેમનો ચહેરો ખૂબ જ ખરાબ થઈ ગયો હતો. બીજી તરફ અત્યાર સુધીમાં લગભગ ૨૦ મહિલાઓએ પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાનું પણ સામે આવે છે. સોશિયલ મીડિયા પરના ફોટા જાેઈ લોકો ચોંકી ગયા છે.SSS