Western Times News

Gujarati News

ડિજિટલ ઇકોનોમી : હવે પ્રિપેઇડ પેમેન્ટ કાર્ડ લોંચ કરવાની જાહેરાત

નવીદિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આજે પ્રિપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ›મેન્ટ (પીપીઆઈ) લોંચ કરવાની જાહેરાત કરી હતી. તેનો ઉપયોગ ૧૦૦૦૦ રૂપિયા સુધીની ચીજવસ્તુઓ અને સર્વિસ ખરીદવા માટે કરી શકાશે. ડિજિટલ ઇકોનોમીને ગતિ આપવા માટે રિઝર્વ બેંક તરફથી આ જાહેરાત કરવામાં આવી છે. આજે રિઝર્વ બેંક તરફથી મોનીટરી પોલિસીની જાહેરાત પણ કરવામાં આવી હતી. આરબીઆઈ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પીપીઆઈ કાર્ડને બેંક એકાઉન્ટથી રિચાર્જ કરાવામાં આવી શકશે.

આ કાર્ડનો ઉપયોગ બિલ પેમેન્ટ અને અન્ય પ્રકારની ખરીદી કરવા માટે કરી શકાશે. રિઝર્વ બેંકે કહ્યું છે કે, આ સંબંધમાં ખાસ જાણકારી ૩૧મી ડિસેમ્બર ૨૦૧૯ સુધી ઉપલબ્ધ કરાવશે. પીપીઆઈને બેંકમાં રોકડ જમા કરીને રિચાર્જ કરાવી શકાશે અથવા તો ડેબિટ કાર્ડની મદદથી રિચાર્જ કરવામાં આવી શકે છે. ક્રેડિટ કાર્ડ બેલેન્સથી પણ આને રિચાર્જ કરી શકાશે. બીજા પીપીઆઈની મદદથી એક મહિનામાં મહત્તમ ૫૦ હજાર સુધી રિચાર્જ કરવામાં આવી શકે છે. આજે સેન્ટ્રલ બેંક તરફથી મોનિટરી પોલિસની જાહેરાત કરવામાં આવી હતી.

આરબીઆઈ દ્વારા પ્રિપેઇડ પેમેન્ટ કાર્ડ લોંચ કરવામાં આવ્યા બાદ આનાથી ૧૦૦૦૦ સુધીના ટ્રાન્ઝિકશન  કરી શકાશે. ૩૧મી ડિસેમ્બર સુધી આરબીઆઈ તરફથી આની માહિતી જાહેર કરવામાં આવશે. આરબીઆઈ દ્વારા કેસ રિપ્લેશમેન્ટ અને ડિજિટલ લેવડદેવડને પ્રોત્સાહન આપવા માટે આ હિલચાલ હાથ ધરવામાં આવી છે. સ્પોન્સર તરીકે બેંકના સમર્થન સાથે પીપીઆઈ જારી કરવામાં આવશે. એમાઉન્ટ નવા પીપીઆઈમાં લોડ કરવામાં આવશે.

રિઝર્વ બેંકનું કહેવું છે કે, નવા પ્રિપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ›મેન્ટ જારી કરવામાં આવનાર છે. ૧૦૦૦૦ સુધીની ચીજાની ખરીદી અને સર્વિસની ખરીદી આના લીધે થઇ શકશે. ઝેટા બેંકિંગ બિઝનેસ પ્રમુખ મુરલી નાયરે માહિતી આપતા કહ્યું છે કે, આ ખુબ જ પ્રોત્સાહનજનક કેસ રિપ્લેશમેન્ટ એક્શન તરીકે છે જે આરબીઆઈ દ્વારા લેવામાં આવ્યા છે. આનાથી નવા કસ્ટમરો ઉમેરાશે જે હજુ સુધી ડિજિટલ પેમેન્ટથી દૂર રહ્યા છે. તેમણે કહ્યું છે કે, આરબીઆઈ ડિજિટલ ક્ષેત્રમાં મધ્યસ્થી તરીકે કામ કરશે.

પીપીઆઈ કસ્ટમરથી મિનીમમ ડિટેઇલના આધાર પર જારી કરવામાં આવશે. નામ જાહેર નહીં કરવાની શરતે રિટેલ બેંકરે કહ્યું છે કે, શરૂઆત માટે નવા પીપીઆઈને વિચારવામાં આવશે. સિÂન્ડકેટ બેંકના એમડી અને સીઈઓ મૃત્યુંજય મહાપાત્રાનું કહેવું છે કે, પીપીઆઈમાં ૧૦૦૦૦ રૂપિયા સુધીની મર્યાદા રાખવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.