ડિજિટલ સિક્યુરિટી કંપની ઇ-મુદ્રાનો IPO 20 મે 2022ના રોજ ખુલશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/eMudhra1.jpg)
પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ Rs. 243 થી Rs. 256 પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવી
અમદાવાદ : ડિજિટલ સિક્યુરિટી કંપની ઇ-મુદ્રા લિમિટેડ (“કંપની”)એ પોતાના પ્રથમ પબ્લિક ઑફર માટે પ્રત્યેક શેર દીઠ Rs.243 થી Rs.256ની પ્રાઇઝબેન્ડ નક્કી કરી છે. કંપનીની આ ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (“IPO” અથવા “ઑફર”) સબ્સ્ક્રિપ્શન માટે 20 મે 2022ના રોજ ખુલશે અને 24 મે 2022ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછી 58 ઇક્વિટી શેર માટે બીડ કરી શકે છે અને ત્યારબાદ 58 ઇક્વિટી શેરના ગુણાંકમાં વધુ બીડ કરી શકે છે.
આ IPOમાં કુલ Rs. 161 કરોડના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યુ અને 9,835,394 ઇક્વિટી શેર સુધી ઑફર ફોર સેલ (OFS) સામેલ છે.
ઇ-મુદ્રા ભારતમાં સૌથી મોટી લાઇસન્સ પ્રાપ્ત સર્ટિફાઇંગ ઓથોરિટી (“સર્ટિફાઇંગ ઓથોરિટી” અથવા “CA”) છે જે ફોર્સ્ટ એન્ડ સુલિવન રિપોર્ટ અનુસાર FY 2021માં ડિજિટલ હસ્તાક્ષર સર્ટિફિકેટ્સમા માર્કેટમાં 37.9% બજાર હિસ્સો ધરાવે છે, જેને તેના DRHP દસ્તાવેજમાં રજૂ કરવામાં આવ્યો છે. સુરક્ષિત ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં તે વન સ્ટોપ શોપ પ્લેયર છે.
બેંગલુરુ સ્થિત આ કંપની વિવિધ ઉદ્યોગોમાં કામ કરી રહેલી વ્યક્તિઓ તેમજ સંસ્થાઓને ડિજિટલ ટ્રસ્ટ સેવાઓ અને એન્ટરપ્રાઇઝ ઉકેલો પૂરા પાડવામાં જોડાયેલી છે.
તેનો પ્રારંભ થયો ત્યારથી તેમણે 1.43 લાખ રિટેઇલ ગ્રાહકો માટે 50 મિલિયન કરતાં વધારે ડિજિટલ સહી સર્ટિફિકેટ ઇશ્યુ કર્યા છે અને 31 ડિસેમ્બર 2021 સુધીની સ્થિતિ અનુસાર, તેમની પાસે ભારતમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમા ફેલાયેલી ડિજિટલ ટ્રસ્ટ સેવાઓ માટે 91,259 ચેનલ પાર્ટનરો હતા
અને પોતાના 539 સિસ્ટમ ઇન્ટીગ્રેટર પાર્ટનરોમાંથી 267 ભારતમાં ઉપસ્થિત હતા અને બાકીના પાર્ટનરો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, યુરોપ, મધ્યપૂર્વ અને આફ્રિકા, એશિયા પેસિફિકમાં આંતરરાષ્ટ્રીય ઉપસ્થિતિ ધરાવે છે જ્યાં તે પોતાના ઉકેલો અને સેવાઓ પ્રદાન કરે છે.
તે વિવિધ સરકારી એજન્સીઓ અને રાજ્ય સરકારોને પણ સેવાઓ અને ડિજિટલ પ્રોડક્ટ્સ પ્રદાન કરે છે અને તે પ્રકારે તેઓ ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે પેપરલેર ટ્રાન્ઝેક્શન સક્ષમ કરવામાં મુખ્ય પ્લેયર છે. તેના ગ્રાહકોમાં ઇન્ફોસિસ લિમિટેડ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ લિમિટેડ,
મેશરેક બેંક, બૌડ ટેલિકોમ કંપની, ચોલામંડલમ એસ.એસ. જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ, ભારતી AXA લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ સહિત અન્ય કંપનીઓ છે જેઓ બેન્કિંગ, ઇન્શ્યોરન્સ, ટેલિકોમ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી વગેરે વિવિધ ઉદ્યોગોમાં કાર્યરત છે.
કંપનીએ 31 માર્ચ 2021ના રોજ પૂરા થતા વર્ષમાં પોતાની કામગીરીઓમાંથી થતી આવકમાં 13%ની વૃદ્ધિ સાથે રૂ. 131.59 કરોડની આવક નોંધાવી છે જ્યારે અગાઉના વર્ષમાં તે આવક રૂ. 116.45 કરોડ હતી, જે પ્રાથમિકરૂપે આંતરરાષ્ટ્રીય સ્તરે અને તેમાં પણ ખાસ કરીને મધ્યપૂર્વ અને આફ્રિકા (MEA)માં કરવામાં આવેલા વિસ્તરણના પરિણામે અને ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ્સમાં સરેરાશ રિઅલાઇઝેશનમાં થયેલી વૃદ્ધિના કારણે આવકમાં વૃદ્ધિ દર્શાવે છે.
FY21માં કંપનીનો નફો 37.68% વધીને રૂપિયા 25.36 કરોડ નોંધાયો છે જ્યારે FY20માં રૂપિયા 18.42 કરોડ નોંધાયો હતો. 31 ડિસેમ્બર 2021ના રોજ પૂરા થતા નવ મહિનાના સમયગાળા માટે કામગીરીઓમાંથી થયેલી આવક રૂ. 137.24 કરોડ નોંધાઇ છે અને ચોખ્ખો નફો રૂ. 30.34 કરોડ નોંધાયો છે.