Western Times News

Gujarati News

ડિજિટલ હેલ્થ આઇડીનો ઉપયોગ વેકસીનેશન સુનિશ્ચિત કરવા માટે આવશે: નરેન્દ્ર મોદી

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાલ કિલ્લાની પ્રાચીરથી એલાન કરવામાં આવ્યું હતું કે દેશના દરેક નાગરિકને નેશનલ ડિજિટલ હેલ્થ મિશન હેઠળ હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે હવે બે મહિના બાદ વડાપ્રધાને ફરી સંકેત આપ્યા છે કે ડિજિટલ હેલ્થ આઇડીનો ઉપયોગ વેકસીનેશન સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવશે ગ્રાન્ડ ચેલેન્જિસની વાર્ષિક બેઠકને સંબોધિત કરતા પહેલા પોતાના ઉદ્‌ધાટન ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોવિડ ૧૯ સંક્રમણની વેકસીન વિકસિત કરવાના મામલામાં અમે અગ્રિમ મોરચે છીએ અને તે પૈકી કેટલીક તો એડવાન્સ સ્ટેજ પર છે.

વડાપ્રધાને કહ્યું કે દેશના અનુભવ અને પ્રતિભા શોધના હિસાબથી ભારત વૈશ્વિક સ્વાસ્થ્ય સેવાઓના કેન્દ્રમાં હશે અને ઇચ્છીએ છીએ કે તે બીજા દેશોની મદદ કરે તેઓએ યાદ અપાવ્યું કે વૈશ્વિક વેકસીનેશન કાર્યક્રમોમાં ઉપયોગમાં લેનારી વેકસીનનું ૬૦ ટકા ઉત્પાદન ભારતમાં થવાનું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત પહેલાથી જ એક વેસ એસ્ટાબ્લિસ્ડ વેકસીન ડિલિવરી સિસ્ટમ પર કામ કરી રહ્યું છે અને ડિજીટલ હેસ્થ આઇડીની સાથે આ ડિજીટલ નેટવર્કનો ઉપયોગ અમારા નાગરિકોના વેકસીનેશનને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવશે તેમણે કહ્યું કે ભારતના આકાર અને વિવિધતાએ હંમેશા વૈશ્વિક સમુદાયને ઉત્સુક કર્યા છે અમારો દેશ સંયુકત રાજય અમેરિકાની વસ્તીના આકારનો લગભગ ચાર ગણો છે અમારે અનેક રાજય યુરોપના અનેક દેશોની બરાબર છે.

ભારતમાં કોવિડ ૧૯ મૃત્યુ દર બગુ ઓછો છે.આજે અમે પ્રતિ દિવસ મામલાની સંખ્યા અને મામલાના વૃધ્ધિ દરમાં ઘટાડો જાેઇ રહ્યાં છીએ ભારતમાં ૮૮ ટકાનો હાઇએસ્ટ રિકવરી રેટ છે એવું એટલા માટે કારણ કે ભારતમાં જયારે ખુબ જ ઓછા કેસ હતાં ત્યારે ફલેકીબલ લોકડાઉનને અપનાવનારો પહેલા દેશ પૈકી ભારત એક હતો ભારત માસ્કના ઉપયોગને પ્રોત્સાહીત કરનારા પહેલા દેશોમાં હતાં ભારતે કોન્ટેકટ ટ્રેસિંગ પર કામ કર્યું.

ગત સ્વતંત્રતા દિવસના પોતાના પ્રવચનમાં વડાપ્રધાને ડિજીટલ કાર્ડનો ઉલ્લેખ કર્યો હતો તેઓએ કહ્યું હતું કે પ્રત્યેક ભારતીયને હેલ્થ આઇડી આપવામાં આવશે આ હેલ્થ આઇડી પ્રત્યેક ભારતચીયના સ્વાસ્થ્ય ખાતાની જેમ કામ કરશે પોતાના દરેક ટેસ્ટ દરેક બીમારી આપ કયાં ડોકટરની પાસે કઇ દવા લીધી હતી તેનું શું નિદાન હતું કયારે લીધી હતી તેનો રિપોર્ટ શું હતો આ તમામ જાણકારી આપના આ ગેલ્થ આઇડીમાં સામેલ કરવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.